ન્યુ યર પાર્ટી પછી હેન્ગ ઓવર થઈ ગયું છે? આ ટિપ્સ અજમાવીને ચપટીમાં ઉતરી જશે હેન્ગ ઓવર…

2026ના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે તમે પણ એકદમ જોરશોરથી પાર્ટી-શાર્ટી કરવાના પ્લાનિંગ કરી જ લીધા હશે. હવે ન્યુ યર પાર્ટીમાં મજા કરતી વખતે મજા થઈ જાય પણ બીજા દિવસની સવારે હેન્ગ ઓવરથી માથું ફાટફાટ થાય છે. જો તમને પણ આ સમસ્યા સતાવે છે તો આજે અમે અહીં તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે સરળતાથી હેન્ગ ઓવરની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો-
નવા વર્ષના આગમનની ગણતરીઓ ગણાઈ રહી છે અને 31મી ડિસેમ્બરની સાંજે કે રાતે લોકો પાર્ટી કરે છે. ન્યુ યર ઈવની પાર્ટીમાં લોકો ખૂબ મજા કરે છે. મદિરાપાન કર્યા બાદ તેનું સેવન કરનારાને યુરિન વધારે પાસ થાય છે, જેને કારણે શરીરમાં પાણીની કમી થઈ જાય છે.
ડિહાઈડ્રેશન, માથાનો દુઃખાવો, ચક્કર અને થાક હેન્ગ ઓવરનું કારણ બને છે. આવી સ્થિતિમાં ઘણા લોકોને સમજાતું નથી કે આ સમસ્યામાંથી છુટકારો કઈ રીતે મેળવી શકાય. આજે અમે તમને અહીં કેટલીક એવી ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે આ મુશ્કેલીમાંથી સરળતાથી બહાર આવી શકો છે.
પાણી કે નારિયેળ પાણીનું સેવન કરો

આલ્કોહલ શરીરને ડિહાઈડ્રેટ કરે છે, જેને કારણે માથાનો દુઃખાવો થાય છે. આવી સ્થિતિમાં ઘૂંટ-ઘૂંટ પાણી પીવું જોઈએ. આ સિવાય તમે નારિયલ પાણી પણ પી શકો છો, કારણ કે તે ઈલેક્ટ્રોલાઈટ્સથી ભરપૂર હોય છે. આને કારણે શરીરમાં મિનરલ્સનું લેવલ જળવાઈ રહે છે.
મધ ખાવાનું રાખોઃ

મધ એટલે કે હનીમાં ફ્રુક્ટોઝ મોટા પ્રમાણમાં હોય છે. ફ્રુક્ટોઝ શરીરમાંથી આલ્કોહોલનું પ્રમાણ ઝડપથી ઘટાડવાનું કામ કરે છે. પરિણામે હેન્ગ ઓવર ઉતારવા માટે તમે દર એક-બે કલાકમાં એકથી બે ચમતી મધનું સેવન કરવું જોઈએ.
ઈન્સ્ટન્ટ એનર્જી માટે કેળા છે બેસ્ટઃ

વધારે પડતું પીવાને કારણે શરીરમાં પોટેશિયમની ઉણપ વર્તાય છે. આને કારણે થાણ અને માંસપેશીઓમાં દુઃખાવો વગેરે અનુભવાય છે. આવી સ્થિતિમાં કેળાનું સેવન કરવું જોઈએ. કેળાનું સેવન કરવાથી પોટેશિયમનું લેવલ વધી જાય છે અને ઈન્સ્ટન્ટ એનર્જી પણ મળે છે.
આદું છે કામની વસ્તુઃ

આલ્કોહોલને કારણે થનારી બેચેનીમાંથી રાહત અપાવે છે આદું. આલ્કોહોલની સમસ્યામાંથી મુક્તિ મળવા માટે આદુંનો એક નાનકડો ટુકડો ચબાવો કે પછી અદરકવાળી વિના દૂધવાશી ચાનું સેવન કરો. આ ઉપાય કરવાથી પાચનતંત્ર સુધરે છે અને પેટની બળતરા ઓથી થઈ જાય છે.



