હેલ્થ
ચશ્માથી દૂર રહેવું હોય તો સવાર સવારમાં આ વસ્તુઓનું કરો સેવન

આજકાલ માત્ર ઉંમરલાયક નહીં, પણ ચાર કે પાંચ વર્ષના બાળકોને પણ ચશ્મા હોય છે. વિવિધ કારણો સાથે વધતો જતો સ્ક્રીન ટાઈમ બાળકોની આંખોને નુકસાન કરી રહ્યો છે ત્યારે શરીરનું રતન મનાતા આંખનું જતન કરવું ખૂબ જ આવશ્યક બની જાય છે.
આજે અમે તમને અમુક એવા નુસ્ખા બતાવવા જઈ રહ્યા છે, જે તમારા ડેઈલી રૂટિનનો એકભાગ બની જશે અને કંઈ ખાસ મહેનત કર્યા વિના તમારી આંખનું રક્ષણ કરશે.
આ માટે તમારે સવારે અમુક વસ્તુઓનું સેવન રોજ કરવાનું છે. આ ખોરાક તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે અને આંખોને નબળી પડતા રોકે છે.
આપણ વાચો: સ્માર્ટફોનનું કામ કરતા ચશ્માં થયા લોંચ, એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને સાથે થાય છે કનેક્ટ, શું છે કિંમત ?
- તમારા કિચનમાં મેથીના દાણા તો હશે જ. મેથીના દાણા તમારે રાત્રે પલાળી નાખવાના છે. સવારે ખાલી પેટે આ પાણી તમારે પી જવાનું છે.
એક ચમચી મેથીના દાણા રાત્રે પાણીમાં પલાળી રાખો. સવારે ખાલી પેટે આ પાણી પીવો. મેથીના દાણામાં વિટામિન E અને એન્ટીઑકિસડન્ટ હોય છે, જે આંખના કોષોને ફ્રી રેડિકલથી બચાવે છે. આંખને લાગતો થાક, સોજો અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે. - આવી જ રીતે સવારે ખાલી પેટે રાત્રે પાણીમાં પલાળીને બદામ ખાવાથી પણ આંખોને ઘણા ફાયદા છે. બદામમાં હાજર વિટામિન E અને ઓમેગા-3 ફેટી એસિડ દ્રષ્ટિ અને મગજના સ્વાસ્થ્યને સુધારવાનું કામ કરે છ. આંખોની શુષ્કતા અને ઉંમર સંબંધિત રોગો સામે રક્ષણ આપે છે.
- બીટરૂટ શિયાળામાં ખૂબ મળે છે. આયર્ન, ફોલેટ અને વિટામિન Aનો ઉત્તમ સ્ત્રોત છે. સવારે બ્રેકફાસ્ટ લો ત્યારે બીટરૂટનો રસ લેવાથી આંખોને ઓક્સિજન અને પોષક તત્વો પૂરા પાડવામાં મદદ મળે છે અને આંખનો થાક પણ ઘટે છે. આવી જ રીતે ગાજરમાં બીટા-કેરોટીન હોય છે, જે શરીરમાં વિટામિન એમાં રૂપાંતરિત થાય છે. વિટામિન એ રેટિના માટે જરૂરી છે અને દ્રષ્ટિને મજબૂત બનાવે છે.
- આમળાને આયુર્વેદમાં દ્રષ્ટિ સુધારવા માટે સુપરફૂડ માનવામાં આવે છે. આમળામાં વિટામિન સી અને વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે, જે આંખના કોષોને પોષણ આપે છે અને મોતિયા જેવી સમસ્યાઓ સામે પણ રક્ષણ આપે છે.
- સાવ આસાન એવો એક નુસ્ખો છે તુલસીના પાન. સવારે ખાલી પેટે 3-4 તુલસીના પાન ચાવવાથી આંખોમાં સોજો અને થાક ઓછો થાય છે. આંખોમાં બળતરા, લાલાશ અને ચેપથી રાહત આપે છે. તુલસીમાં હાજર એન્ટીઑકિસડન્ટ્સ આંખના કોષોને નુકસાનથી બચાવે છે.
- તમારા ઘરમાં ન હોય તો ખરીદી લેજો અળસી. ફ્લેક્સ સિડ્સ તરીકે ઓળખાતા આ બીજ ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે, જે આંખોને સૂકાતી અટકાવે છે. સ્ક્રીનટાઈમ વધવાને લીધે આ મોટી સમસ્યા થઈ છે.
આ તમામ વસ્તુઓ સાથે તમારે આંખનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સ્ક્રીનટાઈમ મર્યાદિત રાખો. આ સાથે ચોક્કસ કલાકોની ઊંઘ લો, નાની મોટી કસરતો કરો અને ખૂબ પાણી પીવો તે પણ જરૂરી છે.



