તમે ખાવ છો એ બદામ અસલી છે કે નકલી? ઘરે બેઠા આ રીતે ઓળખી લો…

આપણામાંથી મોટાભાગના લોકોને દરરોજ સવારે ઉઠીને પલાળેલી બદામ ખાવાની આદત હોય છે. જો તમે પણ તમારા ડાયેટમાં આ પલાળેલી બદામ ખાવ છો તો આજે અમે અહીં તમને આ બદાના એક એવા ડાર્ક સિક્રેટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આજકાલ બજારમાં બનાવટી બદામ છૂટથી વેચાઈ રહી છે એવામાં અમે તમારા એવી ટિપ્સ લઈને આવ્યા છીએ કે જેની મદદથી તમે અસલી અને નકલી બદામ વચ્ચેનો તફાવત ઓળખી શકશો. આવો જોઈએ કઈ છે આ બાબતો-
હેલ્થ એક્સપર્ટસના જણાવ્યા અનુસાર દરરોજ સવારે પલાળેલી બદામ ખાવાથી એનર્જી મળે છે અને તે હાર્ટ, બ્રેન, સ્કીન, વાળ અને હાડકા માટે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી રહેશે. પરંતુ બજારમાં મળતી નકલી બદામના સેવનથી હેલ્થ બેનેફિટ્સને બદલે નુકસાન થાય છે. આજે અમે અહીં તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે ખૂબ જ સરળતાથી અસલી અને નકલી બદામ વચ્ચેનો તફાવત પારખી શકો છો.

- અસલી બદામની સૌથી પહેલી અને મહત્ત્વની ઓળખ એ છે તે બ્રાઉન રંગની હોય છે અને તેના પર કોઈ પણ પ્રકારના ડાઘ-ધબ્બા નથી જોવા મળતા. જો બદામનો રંગ થોડો લાઈટ કે ડાર્ક કલર હોય તો સમજી જાવ કે આ બદામ એકદમ નકલી છે. આ સિવાય બદામ ખરીદતી વખતે તેને ટિશ્યૂ પેપરમાં રેપ કરો અને અને ઘસી જુઓ. જો બદામ નકલી હશે તો તેનો કલર ઉતરવા લાગશે.
- બદામનું સેવન કરવું આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવ્યું છે. બદામ અસલી છે કે નકલી એ જાણવા માટે તમારે બદામ તોડીને તેને હાથમાં ઘસો. જો બદામ અસલી હશે તો તમારા હાથમાં ઓઈલ છૂટવા લાગશે. એનો અર્થ એવો થાય છે કે આ બદામ અસલી છે અને તે નકલી નથી.
- બજારમાં મળતી બનાવટી બદામમાં કોઈ પણ પ્રકારની ફ્રેગરન્સ નથી જોવા મળતી જ્યારે અસરલી બદામમાંથી સુંદર માદક સ્મેલ આવતી હોય છે.
- બદામ ખરીદતી વખતે સૌથી મહત્ત્વનું વાત ધ્યાન રાખો કે બદામ તૂટેલી કે ટૂકડા ના હોવા જોઈએ કે ન તો તેમાં કાણા હોવા જોઈએ. જો બદામમાં કાણા છે કે પછી તે તૂટેલી હોય તો સમજી જાવ તમે ખરી રહ્યા છો એ બદામ બનાવટી છે.
- બદામ અસલી છે કે નકલી છે એ પરખવા માટે બદામને પાણીમાં પલાળી રાખો અને જ્યારે પણ બદામ બાઉલમાંથી કાઢો ત્યારે પાણીનો રંગ બદલાયો છે કે નહીં એ જુઓ. જો બદામ બનાવટી હશે તો પાણીનો રંગ બદલાઈ જશે. પરંતુ જો બદામ ઓરિજનલ હશે તો તે પલાળ્યા બાદ ફૂલાઈ જશે.
- અસલી કે નકલી બદામ ચેક કરવાની સૌથી સિમ્પલ અને સરળ ટેકનિક એ છે કે બદામને પાણીમાં પલાળો. જો બદામ તરત જ પાણીમાં ડૂબી જાય તો તે અસલી છે અને જો બદામ પાણીમાં કરે તો એ બદામ બનાવટી છે.
- લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ એટલે 4-5 બદામને પાણીમાં પલાળી રાખો. બદામની છાલ સરળતાથી ઉતારી શકાય તો એ બદામ અસલી છે અને જો છાલ ઉતારવામાં મુશ્કેલી પડે તો સમજી જાવ કે તમે ખરીદીને લાવ્યો એ બદામ બનાવટી છે.
આ પણ વાંચો : તમે પણ આ રીતે બદામ ખાવ છો? નુકસાન જાણી લેશો તો…