નેશનલહેલ્થ

વાત દુનિયાના એવા દેશોની કે જ્યાં વૃક્ષોનું નામનિશાન નથી, જાણો વૃક્ષો વિના આ દેશોમાં ઓક્સિજન ક્યાંથી આવે છે…

આપણે બાળપણથી જ વૃક્ષો અને તેના મહત્ત્વ વિશે ભણતા, વાંચતા અને સાંભળતા આવ્યા છીએ. પૃથ્વી પરના ગ્રીન બેલ્ટમાં ઘટાડો થતાં ગ્લોબલ વોર્મિંગ, જળવાયુ પરિવર્તન જેવી સમસ્યાઓ જોવા મળી રહી છે. વૃક્ષો ઓક્સિજન આપે છે, જે જીવન માટે ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં કોઈ તમને કહે કે દુનિયામાં અનેક એવા દેશો પણ છે કે જ્યાંની ભૌગોલિક સ્થિતિ અને આબોહવાને કારણે ત્યાં જંગલો કે વૃક્ષોનું પ્રમાણ નહિવત છે તો માનવામાં આવે ખરું? હવે તમને થશે કે ભાઈસાબ તો પછી અહીંના લોકો કેવી રીતે જીવે છે, ચાલો તમને આ વિશે વિસ્તારથી જણાવીએ અને એ પણ જાણીએ કે કયા છે આ દેશો…

કતાર, ઓમાન, ગ્રીનલેન્ડ અને આઈસલેન્ડ જેવા દેશોમાં કાં તો રેતાળ રણપ્રદેશ જોવા મળે છે કે પછી થીજી ગયેલી બરફની જમીન જોવા મળે છે જે વૃક્ષોના વિકાસમાં અવરોધ ઊભો કરે છે. હવે લાખ રૂપિયાનો સવાલ એ છે કે જો આ દેશો વૃક્ષોની સંખ્યા ઓછી છે કે પછી નથી જ તો અહીં ઓક્સિજન ક્યાંથી આવે છે, ખેતી કેવી રીતે થાય છે? આ સ્ટોરીમાં આપણે અહીં વિશે વાત કરીશું.

કુદરતે પૃથ્વી પર દરેક જગ્યાએ અલગ-અલગ પરિસ્થિતિઓનું નિર્માણ કર્યું છે. જ્યાં આપણે ગાઢ જંગલો જોવા ટેવાયેલા છીએ, ત્યાં દુનિયાના કેટલાક ભાગો એવા પણ છે જ્યાં કુદરતી રીતે એક પણ મોટું જંગલ અસ્તિત્વમાં નથી. કેટલાક દેશોમાં વૃક્ષો ન હોવા પાછળ મુખ્યત્વે બે વિરોધાભાસી કારણો જવાબદાર છે.

આપણા બધામાં એક સર્વ સામાન્ય માન્યતા છે કે ઓક્સિજન માત્ર વૃક્ષો જ આપે છે, પરંતુ સત્ય કંઈક અલગ છે. વૈજ્ઞાનિકોના મતે દુનિયાનો 50થી 80 ટકા ઓક્સિજન સમુદ્રી જીવો જેમ કે ફાયટોપ્લાંકટન, શેવાળ અને દરિયાઈ ઘાસ દ્વારા પેદા થાય છે. મોટાભાગના વૃક્ષો વગરના દેશો દરિયા કિનારે આવેલા હોવાથી તેમને સમુદ્રમાંથી પૂરતો ઓક્સિજન મળી રહે છે. આ સિવાય પૃથ્વી પરની હવા સતત ફરતી રહે છે. એમેઝોનના જંગલો કે દક્ષિણ-પૂર્વ એશિયાના ગાઢ વનોમાં પેદા થતો ઓક્સિજન પવન દ્વારા સમગ્ર વિશ્વમાં ફેલાય છે.

વાત કરીએ આવા પ્રતિકૂળ સંજોગો, વાતાવરણ ધરાવતા દેશો ખેતી કઈ રીતે થાય છે એની તો ગ્રીનલેન્ડ જેવા ઠંડા પ્રદેશોમાં આધુનિક ગ્રીનહાઉસ બનાવીને તાપમાન અને ભેજનું નિયંત્રણ કરવામાં આવે છે, જેનાથી સ્થાનિક ખોરાકનું ઉત્પાદન શક્ય બન્યું છે. આ સિવાય રણ પ્રદેશની વાત કરીએ તો રણ પ્રદેશોમાં દરિયાના ખારા પાણીને મીઠું કરવાની પ્રક્રિયા (Desalination) અને ‘ડ્રિપ ઇરિગેશન’ (ટપક સિંચાઈ) પદ્ધતિ દ્વારા હવે ધીમે-ધીમે હરિયાળી વિકસાવવામાં આવી રહી છે.

છે ને એકદમ અનોખી પણ ચોંકાવનારી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે ચોક્કસ જોડાયેલા રહો…

આપણ વાંચો:  ઘરમાં સતત અનુભવાય છે આર્થિક તંગી? શુક્રવારના દિવસે કરી લો આ ખાસ કામ, પછી કહેતાં નહીં કે કીધું નહોતું…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button