વાળ ખરતા અટકાવવા હોય તો મસાલામાં વપરાતી તજનો આ રીતે ઉપયોગ કરો | મુંબઈ સમાચાર
હેલ્થ

વાળ ખરતા અટકાવવા હોય તો મસાલામાં વપરાતી તજનો આ રીતે ઉપયોગ કરો

અબાલ વૃદ્ધ સૌને બાળ ખરવાની સમસ્યા સતાવે છે. ક્ષારયુક્ત પાણી, પ્રદૂષણ, કેમિકલયુક્ત શેમ્પૂ અને માનસિક તણાવ આ બધુ જ વાળની સ્વસ્થતાને અસર કરે છે. મોટી ઉંમરના નહીં, પણ નાના કિશોરો અને યુવાનો પણ વાળ ખરવાનું અટકાવવા માટે ઘણા નુસ્ખાઓ અપનાવતા હોય છે. આજે અમે તમને એક એવો જ નુસ્ખો જણાવવા માગીએ છીએ. આ માટેનું મટિરિયલ તમારા કિચનમાં જ છે. દાળના વઘારમા ખાસ ઉપયોગમાં લેવામાં આવતી તજ. જે દાળચીનીના નામે પણ જાણીતી છે. તજ આરોગ્ય માટે લાભકારી છે. આજે ખરતા વાળને અટકાવવા અને વાળની ક્વોલિટી સુધારવામાં તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે તમને જણાવીશું.

વાળ પર તજ લગાડવાના આ અલગ અલગ પ્રયોગો તમે કરી શકો છો.

  1. તજ અને મધનું મિશ્રણ કરી વાળ પર લગાવો

તમે તજ અને મધનો પણ ઉપયોગ કરી શકો છો. તજના પાવડરને મધમાં ભેળવીને પેસ્ટ બનાવો. પેસ્ટને રૂ કે કોટન કપડાની મદદથી સ્કેલ્પ પર લગાવો. તેને 15-30 મિનિટ માટે રહેવા દો અને તે બાદ ધોઈ નાખો.

  1. તજનું તેલ લગાડવું
    તમે નાળિયર કે ઓલિવ ઓઈલમાં તજ નાખી તેને ઉકાળી લો અને પછી તેને હલકા હાથે વાળ પર લગાડી મસાજ કરો. મસાજ સાવ જ ઓછું કરજો. તે બાદ 20-25 મિનિટ માટે વાળ એમ જ રહેવા દો અને ત્યારબાદ વાળને શેમ્પૂ કે અરીઠાથી ધોઈ નાખો. આ પ્રયોગ અમુક સમય સુધી કરવાથી પરિણામ આવશે.
  2. તજની ચા બનાવો ને વાળ ધૂઓ
    તમારે બે-ચાર મોટા તજના ટૂકા લેવાના છે અને એકાદ મોટો ગ્લાસ પાણી લઈ તેમાં તે ઉકાળવાના છે. પાણી ઉકળી જાય તે બાદ તેને ઠરવા દો. ઠંડા પાણીને વાળમાં રેડો અને થોડાવાર માટે રાખો. તે બાદ વાળ રાબેતા મુજબ શેમ્પૂથી સાફ કરો.

    એ વાત ખરી કે સારી ગુણવત્તાવાળા તજ મોંઘા આવે છે, આથી આ પ્રયોગો થોડા મોંઘા સાબિત થઈ શકે, છતાં કેમિકલ્સવાળી બ્યૂટી પ્રોડક્ટસ કરતા સસ્તા અને ફાયદાકારક નિવડી શકે છે.

    વિશેષ નોંધઃ આ નુસખાઓ અમારા નિષ્ણાતોના સૂચવેલા છે. આપ આ પ્રયોગો ઘરે કરતા પહેલા તબીબી નિષ્ણાતોની સલાહ લો તે હિતાવહ છે.

આપણ વાંચો:  જાણો કઈ તારીખથી બેંક અકાઉન્ટમાં એક નહીં ચાર નોમિની જોડી શકશો?

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button