Health: 40 વર્ષની ઉંમરે Blood Sugar લેવલ કેટલું હોવું જોઈએ?
આજકાલ 30-40 વર્ષની ઉંમરના યુવાનો ડાયાબિટીસના શિકાર બને છે. જોકે, ડાયાબિટીસ એક મેટાબોલિક રોગ છે જેના માટે બહારનો આહાર, બગડતી જીવનશૈલી અને સ્ટ્રેસ જવાબદાર છે. જો આ રોગને કાબૂમાં રાખવામાં ન આવે તો તેનાથી હાર્ટ સંબંધિત બીમારી, કિડની અને ફેફસાંને નુકસાન થઈ શકે છે. ડાયાબિટીસ બે પ્રકારના હોય છે, જેમાં પ્રકાર 1 ડાયાબિટીસ અને બીજો પ્રકાર-2 ડાયાબિટીસનો સમાવેશ થાય છે. ટાઈપ-1 ડાયાબિટીસ બાળપણમાં જ થાય છે, જ્યારે ટાઈપ-2 ડાયાબિટીસ જીવનશૈલી અને ખરાબ આહારને કારણે થાય છે.
આ પણ વાંચો: શરીરના આ અંગોમાં થાય છે દુખાવો? હોઇ શકે છે ડાયાબિટીસ
ઉંમરની દૃષ્ટિએ નોર્મલ બ્લડ સુગર શું છે?
જાણીતી હાર્ટ ઈન્સ્ટિટ્યૂટના અહેવાલ અનુસાર 50, 60 અને 70 વર્ષની ઉંમરના લોકોને ટાઇપ 2 ડાયાબિટીસ થવાની શક્યતાઓ વધી જતી હોય છે, પરંતુ આજકાલ બહારનો ખોરાક અને બગડતી જીવનશૈલીના કારણે આ રોગ નાની ઉંમરમાં લોકોને અસર કરી રહ્યો છે. આજકાલ 30-40 વર્ષની ઉંમરના યુવાનોને ડાયાબિટીસનો રોગ થઈ રહ્યો છે.
દરેક ઉંમરમાં બંને પ્રકારના ડાયાબિટીસને કાબુમાં રાખવા ખૂબ જરૂરી છે. શારીરિક પ્રવૃત્તિ અને સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે ડાયાબિટીસનું લેવલ દરેક ઉંમરે બદલાતું રહે છે. ડાયાબિટીસને કાબૂમાં રાખવા માટે દરેક ઉંમરે તેનું લેવલ જાણવું જરૂરી બને છે. ચાલો જાણીએ 40 વર્ષની ઉંમરે આ લેવલ શું હોવું જોઈએ.
આ પણ વાંચો: Good News: ભારતમાં ડાયાબિટીસના દર્દીઓ માટે નિડલ ફ્રી Insulin ઉપલબ્ધ થશે, સરકારે આપી આ કંપનીને મંજૂરી
40 વર્ષ બાદ બ્લડ સુગરનું લેવલ શું હોવું જોઈએ?
40 વર્ષની ઉંમરે સામાન્ય મહિલાઓ જમ્યા પહેલા બ્લડ સુગર (blood sugar) લેવલ 70 થી 130 mg/dLની વચ્ચે હોવું જોઈએ. 50 વર્ષ સુધીના પુરુષો માટે સામાન્ય બ્લડ સુગર જમ્યા પહેલાં 70 અને 130 mg/dLની વચ્ચે હોવું જોઈએ. જો બ્લડ સુગર આ લેવલ કરતાં વધી જાય, તો તે હાઈ બ્લડ સુગર ગણાય છે. જેમ જેમ આપણી ઉંમર વધે તેમ, લોહીમાં સુગરનું લેવલ લાંબા સમય સુધી ઊંચું રહે છે