શિયાળાની ઋતુમાં બજારમાં જોવા મળતી આ લાલચટાક વસ્તુ છે વજન ઘટાડવામાં છે મદદરૂપ, જાણી લેશો તો…

સરસ મજાનો શિયાળો શરૂ થઈ ગયો છે અને શિયાળો શરૂ થતાં જ બજારમાં તાજા તાજા ફળો અને શાકભાજીઓ જોવા મળે છે. આ સાથે જ બજારમાં જોવા મળે છે સુંદર લાલચટાક, તાજા અને મીઠા ગાજર. ગાજરનું નામ આવે એટલે આંખો સામે આવે ગરમાગરમ માવા, ડ્રાયફ્રૂટસ અને ઘીમાં લથબથ ગાજરનો હલવો. પરંતુ શું તમને ખબર છે કે ગાજરને શિયાળાનું સુપરફૂડ કહેવાય છે? ચાલો તમને આજે આ વિશે જણાવીએ…
શિયાળામાં જોવા મળતાં ગાજર એ માત્ર સ્વાદમાં એકદમ કમાલના હોય જ છે, પણ એની સાથે સાથે તે હેલ્થની દ્રષ્ટિએ પણ એકદમ આઈડિયલ છે. ગાજરમાં જોવા મળતાં વિટામિન એ, વિટામિન સી, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ હેલ્થ માટે એકદન બેસ્ટ છે. આ તમામ પોષક તત્વો શરીરને અંદરથી ગરમ પણ રાખે છે. શિયાળામાં જો દરરોજ યોગ્ય માત્રામાં ગાજરનું સેવન કરવામાં આવે તો અનેક ગંભીર બીમારીઓથી બચી શકો છો. ચાલો જાણીએ શિયાળામાં ગાજર ખાવાના અદભૂત ફાયદાઓ વિશે:
ઈમ્યુનિટી સિસ્ટમ બુસ્ટ કરે

શિયાળામાં શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શન જેવી બીમારીઓ ખૂબ ઝડપથી ફેલાય છે. ગાજરમાં જોવા મળતું વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ શરીરની રોગો સામે લડવાની શક્તિ એટલે કે આપણી ઈમ્યુનિટી સિસ્ટમને બુસ્ટ કરે છે. ઈમ્યુનિટી સિસ્ટમ મજબૂત હોય તો વારંવાર બીમાર પડતા નથી.
આંખોની રોશની માટે બેસ્ટ

ગાજરમાં મોટા પ્રમાણમાં વિટામિન એમાં જોવા મળે છે અને અને કારણે જ ગાજરને આંખો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ઉપરાંત ગાજરમાં બીટા-કેરોટીન પણ હોય છે, જે શરીરમાં જઈને વિટામિન એમાં કન્વર્ટ થઈ જાય છે. આને કારણે આંખોની રોશની તેજ થાય છે અને શિયાળામાં આંખોમાં થતી ડ્રાયનેસ (સૂકાપણું)ની સમસ્યા દૂર થાય છે.
બ્યુટી કેર માટે પણ છે મહત્ત્વનું

ઠંડા પવનને કારણે શિયાળામાં ત્વચા ડ્રાય અને બેજાન થઈ જાય છે. ગાજરમાં રહેલાં પોષક તત્વો ત્વચાને અંદરથી પોષણ આપે છે, જેનાથી ત્વચા એકદમ મુસાયમ, સાફ-સુથરી અને કુદરતી રીતે ચમકતી રહે છે.
ડાઈજેશન સિસ્ટમને કરે સ્ટ્રોન્ગ

શિયાળામાં લોકો તળેલું અને ભારે ખોરાકનું સેવન મોટા પ્રમાણમાં કરે છે, જેને કારણે કોન્સ્ટિપેશનની સમસ્યા થાય છે. ગાજરમાં ભરપૂર ફાઈબર હોય છે, જે પાચનક્રિયામાં સુધારો કરે છે અને પેટને સાફ રાખવામાં મદદ કરે છે.
હાર્ટને હેલ્ધી અને કોલેસ્ટ્રોલ કન્ટ્રોલમાં રાખે

ગાજરમાં રહેલું પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આનાથી હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે.
વજન ઘટાડવા માટે છે અકસીર

વધતું વજન એ દરેક વ્યક્તિ માટે આજકલ સૌથી મોટી સમસ્યા બની રહ્યું છે અને તમને જાણીને નવાઈ લાગશે કે ગાજર વજન ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. ગાજરની તાસીર ગરમ હોય છે, જે ઠંડીમાં શરીરને અંદરથી હૂંફ આપે છે. વળી, તેમાં કેલરી ઓછી અને ફાઈબર વધુ હોવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.



