આમળાના પાંદ છે અનેક બીમારીનો ઈલાજ; ચહેરા પર યુવાનીને રાખસે અકબંધ
આયુર્વેદમાં આમળાના અઢળક ફાયદા ગણાવવામાં આવ્યા છે, આમળાને ‘ચીર યોવન ફળ’ એટલે કે જે લોકો રોજ આમળા ખાય છે તેઓ હંમેશા યુવાન રહે છે. આમળાને આંખો, વાળ, ત્વચા અને પેટ માટે ફાયદાકારક માનવામાં આવે છે. આમળાના પાંદડામાં ઘણા ઔષધીય ગુણો છુપાયેલા છે. આમળાના પાંદને શરીર માટે ખૂબ જ સારા માનવામાં આવે છે.
સવારે આમળાના પાંદ ખાવાની ટેવ રાખો
જો સવારે આમળાના થોડા પાંદ ખાવાની ટેવ શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. તે શરીરની ગંદકીને દૂર કરવામાં મદદ કરે છે. જે લોકોને પેટની સમસ્યા છે તેઓની માટે આમળાના પાંદ ફાયદાકારક છે. આમળાના પાંદ ખાવાથી નબળાઈ, થાક અને બ્લડ સુગરને નિયંત્રિત કરી શકાય છે.
આમળાના પાંદ બળતરામાં રાહત આપે છે. તેનાથી સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે. આમળાના પાંદ લીવરને ડિટોક્સિફાય કરે છે અને ચયાપચયને ઝડપી બનાવવામાં મદદ કરે છે. જેનાથી વજન ઘટાડવામાં પણ મદદ મળી રહે છે.
કઈ રીતે આમળાના પાંદનું સેવન કરવું?
આમળાના પાંદ સવારે ખાલી પેટે પણ ખાઈ શકાય છે. તે માટે 5 આમળાના પાંદ લો, તેને ધોઈ લો અને પછી ચાવી લો. જો તમે ચાવતા નથી તો તેનો પાવડર પણ બનાવી શકો છો. તમે આમળાના પાનનું જ્યુસ બનાવીને પણ પી શકાય છે. આ રીતે, આખા મહિના સુધી આમળાના પાનનું સેવન કરો.
આમળાના પાંદમાં કયા પોષક તત્વો?
આમળામાં તો અનેક ગુણ છે પણ તેના પાંદમાં પણ આમળાની જેમ વિટામિન C હોય છે. ફાઇબરથી ભરપૂર આમળાના પાંદ આયર્ન અને કેલ્શિયમનો મોટો સ્ત્રોત છે. તેમાં મળી આવતા ટેનીન અને એન્ટીઑકિસડન્ટ વાળ અને ત્વચાને સ્વસ્થ રાખે છે. આમળાના પાંદમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફેક્શન ગુણ હોય છે.