શું Whey Proteinનું સેવન ચહેરા પર ખીલ માટે જવાબદાર છે?
Whey Protein એટલે કે દૂધમાંથી દહીં જમાવ્યા બાદ જે પાણી નીકળે છે તે અથવા તો પાતળી છાશ. હવે તમને થશે કે આવા પ્રોટીનનું સેવન તો આપણે કરતા જ નથી. તો તમને જણાવી દઈએ કે તમે જે પ્રોટીન સપ્લીમેન્ટ્સ લો છો તેમાં આ વપરાય છે. આમ તો આ ડાયેટમાં પોષણતત્વો ઉમેરવા અને રોગ પ્રતિકારકશક્તિ વધારવા માટે ઉપયોગમાં લેવાઈ છે, પરંતુ આનાથી ચહેરા પર ખીલ નીકળવાની કે ત્વચા પર અસર થવાની સમસ્યા સર્જાય છે. તો આજે આપણે જાણીએ કે હકીકત શું છે અને સમસ્યાનો ઉકેલ શું છે.
આજકાલ મોટાભાગના લોકો ફિટ રહેવા માટે જીમનો સહારો લે છે. તે જ સમયે, જીમમાં મોટાભાગના લોકો વ્હે પ્રોટીન (Whey Protein) નું સેવન કરે છે. પ્રોટીન સ્નાયુઓને મજબૂત રાખવામાં મદદ કરે છે, સ્નાયુઓને મજબૂત બનાવે છે, થાક ઘટાડે છે અને તમને ઊર્જા આપે છે, વજન ઘટાડવામાં મદદ કરે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.
જોકે યુવાનો એવી ફરિયાદ કરી રહ્યા છે કે આ પ્રોટીનના સેવનથી ચહેરા પર ખીલ નીકળે છે.
તો આ મામલે નિષ્ણાતોનું કહેવાનું છે કે જ્યારે દૂધમાંથી દહીં બનાવવામાં આવે છે, ત્યારે આ પ્રક્રિયા દરમિયાન પાણી બહાર આવે છે, આ પાણીમાંથી વ્હે પ્રોટીન બને છે. આ પાણી શરીર માટે જરૂરી ઘણા પોષક તત્ત્વોથી ભરપૂર છે અને તેમાં ઘણા એમિનો એસિડ પણ જોવા મળે છે.
આ પ્રોટીન લેવાથી ઇન્સ્યુલિન અને IGF-1 સ્તર વધે છે. આ એક હોર્મોન છે જેનાથી વધારે તેલ ઉત્પન્ન થાય છે, ત્વચા તૈલી બને છે. જે છિદ્રોને બંધ કરી શકે છે અને ખીલનું કારણ બની શકે છે.
બીજું કારણ એ છે કે આ પ્રોટીન હોર્મોનના સ્તરને અસર કરી શકે છે, સંભવિતપણે સીબુમનું ઉત્પાદન વધારી શકે છે અને તેથી પણ ખીલ થવાની સંભાવના છે. સીબુમ તમારી ત્વચાને સૂકાતા રોકે છે, પરંતુ વધારે પ્રમાણમાં હોય તો ખીલ થવાની સંભાવના છે.
વ્હે પ્રોટીન એન્ડ્રોજન (પુરુષ હોર્મોન) ના ઉત્પાદનમાં વધારો કરી શકે છે, જે ખીલ પણ વધારે છે. એન્ડ્રોજનનું ઊંચું સ્તર સીબુમના ઉત્પાદનમાં વધારો કરી શકે છે, જે છિદ્રો અને ખીલનું કારણ બની શકે.
તો ઉકેલ શું છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વ્હે પ્રોટીનને બદલે Pea Protein, Egg Protein, Hemp Protein પાવડર લેવાની ભલામણ કરે છે. જોકે તમે વ્હે પ્રોટીન લેવાનું બંધ કરશો તો પણ તેની અસર ચાર-પાંચ મહિના રહેશે અને ત્યારબાદ જ તમને ત્વચા સુધરતી દેખાશે.