સ્પેશિયલ ફિચર્સ

શિયાળામાં વારંવાર ગરમ પાણી પીતાં હો તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે 5 મુશ્કેલી…

Winter Health Tips: દેશમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. શિયાળામાં કેટલાક લોકો સ્વાસ્થ્ય પર અસર ન પડે તે માટે રૂટિનમાં અનેક બદલાવ કરી રહ્યા છે. જોકે એક ચીજ કોમન છે, શિયાળામાં ઘણા લોકો ગરમ પાણી પીતા હોય છે. શિયાળામાં ઠંડુ પાણી પીવાથી ઘણી સમસ્યા થતી હોય છે, તેથી અનેક લોકો ગરમ પાણી પીતા હોય છે. ગળામાં ખરાશ હોય કે અપચાની સમસ્યા, અનેક હેલ્થ પ્રોબ્લેમમાં ગરમ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. શિયાળાની મોસમમાં વધારે માત્રામાં ગરમ પાણી પીવાથી ફાયદાના બદલે નુકસાન પણ પહોંચી શકે છે.

આ પણ વાંચો : થાઈલેન્ડમાં પણ દેવ દેવાળીનું છે આગવું મહત્વ; કરવામાં આવે છે મા ગંગાનું પૂજન…

કિડની પર થાય છે અસરઃ વધારે માત્રામાં ગરમ પાણી પીવું કિડની માટે ઠીક નથી. કિડનીને નોર્મલ અને ઠંડા પાણી ફિલ્ટર કરવાની આદત હોય છે. શિયાળામાં અચાનક ગરમ પાણી વધારે માત્રામાં પીવાથી કિડની પર આડઅસર થાય છે. જેના કારણે કિડનીની કાર્યક્ષમતા પર અસર થાય છે. તેથી વધારે ગરમ પાણી પીવાથી બચવું જોઈએ.

ડિહાઈડ્રેશનની થઈ શકે છે સમસ્યાઃ શિયાળામાં વારંવાર ગરમ પાણી પીવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે. ગરમ પાણી પીવાથી પરસેવો થાય છે. આ કારણે ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે.

ડાઈજેસ્ટિવ સિસ્ટમ ખોરવાઈ શકે છેઃ સવારે ખાલી પેટે હુંફાળુ પાણી પીવું પાચનતંત્ર માટે ફાયદાકારક છે. પરંતુ શિયાળામાં વારંવાર ગરમ પાણી પીવાથી પાચનતંત્રને નુકસાન પણ પહોંચી શકે છે. જ્યારે શિયાળામાં વધારે માત્રામાં ગરમ પાણી પીવામાં આવે ત્યારે ઈન્ટરનલ ટિશ્યૂ પર ખરાબ અસર થાય છે. આ ઉપરાંત એસિડિટીની સમસ્યા પણ થાય છે અને ધીમે ધીમે અલ્સર પણ થઈ શકે છે.

શરીરમાં થઈ શકે છે મિનરલ્સની કમીઃ વધારે માત્રમાં ગરમ પાણી પીવાથી શરીરમાં મિનરલ્સનો પ્રોબ્લેમ થઈ શકે છે. વધારે ગરમ પાણી પીવાથી પરસેવાનું પ્રમાણ વધે છે, તેથી શરીરમાં પરસેવાની સાથે જરૂરી મિનરલ્સ પણ બહાર નીકળી જાય છે. શિયાળામાં વધારે ગરમ પાણી પીવાના બદલે માત્ર હુંફાળુ પાણી જ પીવું જોઈએ.

વધારે પડતું ગરમ પાણી પીવાથી થતી અન્ય સમસ્યાઓઃ વધારે પડતું ગરમ પાણી પીવાથી દાંત પર અસર થાય છે અને સેન્સિટિવ થઈ જાય છે. રાત્રે ઊંઘની સમસ્યા પણ થઈ શકે છે. ગરમ પાણી પીવાથી હોઠ અને જીભના અસ્તરને પણ નુકસાન પહોંચે છે.

નોંધઃ અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે. કોઈ પણ માહિતીનો અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button