સારું ભોજન લીધા પછી જો સારી ઊંઘ જોતી હોય તો આટલું કરો…
જીવનની મુખ્ય જરૂરિયાતોમાંની બે છે સારું એટલે કે સ્વસ્થ ભોજન અને સારી ઊંઘ. બન્ને ન હોય તો કે બન્નેમાંથી એક હોય તો પણ શરીર અને મન બન્ને પર અસર થાય છે. આથી સારા ભાજન બાદ સારી ઊંઘ માટે બન્ને વચ્ચેનું અંતર જરૂરી છે. ઘણા લોકોને આદત હોય છે ખાઈને તરત ખાટલે પડવાની. તો વળી ભાગદોડવાળી લાઈફસ્ટાઈલમાં ઘણા પાસે સમય જ નથી હોતો કે રાત્રે ભોજન લીધા બાદ થોડો સમય રાહ જૂએ અને પછી ઊંઘ લે. જો તમારી કોઈ મજબૂરી હોય તો વાત અલગ છે બાકી જમ્યા બાદ તરત જ ન સૂતાં તમારે બે કલાકનું અંતર રાખવું જોઈએ તેમ નિષ્ણાતો જણાવે છે.
જમ્યા બાદ ભરપેટે તરત જ ઊંઘી જવાથી અપચાની સમસ્યા ઊભી થાય છે. પેટ ફૂલી જાય છે, ખોરાક બરાબર ન પચતો હોવાથી હૉર્મોન્સને અસર થાય છે. અપચો ઘણા રોગનું કારણ છે, જેમાં સ્થૂળતા પણ એક છે. આથી જો શક્ય હોય તો આજથી જ ટેવ પાડો કે જમ્યા બાદ તમે થોડું ચાલશો, બેસશો અને ત્યારબાદ સૂવાની તૈયારી કરશો.
પથારીમાં પડતા પહેલા આટલું કરો
સૂતા પહેલા 5 મિનિટનું સ્ટ્રેચિંગ તમારા સ્નાયુઓને આરામ કરવામાં, તમારા મનને શાંત કરવામાં અને તમારા શરીરને સારી ઊંઘ માટે તૈયાર કરવામાં મદદ કરી શકે છે. તેથી તમે
1 થી 2 મિનિટ સુધી ગરદન અને ખભાની કસરત કરો. ધીમે ધીમે તમારા માથાને જમણી તરફ નમાવો, તમારા કાનને તમારા ખભા તરફ લાવો. 30 સેકન્ડ માટે પકડી રાખો અને પછી બાજુઓ સ્વિચ કરો.
2 થી 3 મિનિટ સુધી બેક એક્સરસાઇઝ કરો.
3-4 મિનિટ માટે હિપ અને પગની કસરત કરો.
5 મિનિટ માટે આરામની કસરત કરો.
જમ્યા બાદ 20 મિનિટ ધીમે ધીમે ચાલો. જો તમને ગમતું હોય તો સંગીત સાંભળતા પણ ચાલી શકાય. ચાલવાથી મેલાટોનિનના ઉત્પાદનને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે, જેનાથી રાત્રે વધુ શાંત ઊંઘ આવે છે.