HDFC Bankમાં છે તમારું Bank Account? તો આ સમાચાર તમારા માટે જ છે…
જો તમારું બેન્ક એકાઉન્ટ પણ દેશની અગ્રણી પ્રાઈવેટ સેક્ટરની બેંક એચડીએફસી બેંક (HDFC Bank)માં છે તો આ સમાચાર તમારા માટે છે. બેંક દ્વારા આવતીકાલે સર્વર મેઈન્ટેનન્સનું મહત્ત્વનું કામ હાથ ધરવામાં આવશે, જેન કારણે ખાતાધારકો અનેક પ્રકારની બેંકિંગ સુવિધાઓનો આનંદ નહીં ઉઠાવી શકે.
એચડીએફસી બેંક દ્વારા આ બાબતની માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે ગ્રાહકોના બેંકિંગના અનુભવને સુધારવા માટે આવતીકાલે એટલે કે 10મી ઓગસ્ટના રાતે અઢી વાગ્યાથી લઈને વહેલી સવારે સાડાપાંચ વાગ્યા સુધી સિસ્ટન મેઈન્ટેટનન્સનું કામ હાથ ધરાશે. આ સમયગાળા દરમિયાન ખાતાધારકો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન સહિતની અન્ય મહત્ત્વની બેંકિંગ સર્વિસનો લાભ નહીં ઉઠાવી શકે. જો તમને પણ કોઈ મહત્ત્વનું ટ્રાન્ઝેક્શન કરવાનું પ્લાનિંગ હોય તો અત્યારથી જ એ પ્રમાણે પ્લાનિંગ કરી લો, જેથી પછીથી હેરાનગતિ ભોગાવવાનો વારો ના આવે.
આ પણ વાંચો : અરે દેવાઃ શિરડી ઈન્ટરનેશનલ એરપોર્ટને જપ્તીની નોટિસ ફટકારાઈ, જાણો શું છે મામલો?
એચડીએફસી બેંકની ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર 10મી ઓગસ્ટના આશરે 180 મિનિટ સુધી સર્વરનું મેઈન્ટેનન્સ વર્ક હાથ ધરાવવાનું હોઈ કરન્ટ અને સેવિંગ્સ બંને એકાઉન્ટ હોલ્ડર્સ માટે અનેક પ્રકારની સર્વિસ બંધ રાખવામાં આવશે. એચડીએફસી બેંક દ્વારા આ બાબતે જણાવવામાં આવ્યું હતું કે ખાતાધારકો પાસેથી હંમેશાના સાથ-સહકારની અપેક્ષા રાખીએ છીએ, કારણ કે તમારા જ બેન્કિંગ એક્સપિરીયન્સને સુધારવા માટેના આ પ્રયાસો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ એચડીએફસી બેંક દ્વારા લોન પરના રેટમાં વધારો કર્યો હતો. પ્રાઈવેટ બેંકે લોન રેટ્સમાં પાંચ બેઝિક પોઈન્ટ્સ સુધીનો વધારો કર્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસે લોકોની અપેક્ષાઓ હતી કે તે ગઈકાલના રેપોરેટમાં કપાતની જાહેરાત કરશે, પરંતુ તેમાં કંઈ ફેરફાર કરવામાં આવ્યા નબોતા. સમિતિએ રેપોરેટ 6.5 ટકા જ રાખ્યો હતો.
આ પહેલાં એચડીએફસી બેંકે પહેલી ઓગસ્ટના ક્રેડિટ કાર્ડ સંબંધિત અનેક નિયમોમાં પણ ફેરફાર કર્યો હતો. હવે યુટિલિટી ટ્રાન્ઝેક્શન એજ્યુકેશન પેમેન્ટના રૂલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે યુટિલિટી ટ્રાન્ઝેક્સન પર દર મહિને માત્ર 2000 ટ્રાન્ઝેક્શન પોઈન્ટ્સ જ મળશે. એજ્યુકેશન પેમેન્ટ્સ પર રિવોર્ડ પોઈન્ટ નહીં મળે.