HDFC Bankમાં છે તમારું ખાતું? પહેલાં આ વાંચી લો, પછી કહેતાં નહીં કે કીધું નહોતું… | મુંબઈ સમાચાર
નેશનલસ્પેશિયલ ફિચર્સ

HDFC Bankમાં છે તમારું ખાતું? પહેલાં આ વાંચી લો, પછી કહેતાં નહીં કે કીધું નહોતું…

દેશની સૌથી મોટી પ્રાઈવેટ અને સુરક્ષિત ગણાતી એચડીએફસી બેંક (HDFC Bank)ના ખાતાધારકો માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. જો તમારું પણ બેંક એકાઉન્ટ એચડીએફસી બેંકમાં છે તો તમારે આ સમાચાર વાંચીને લેવા જોઈએ, જેથી પાછળથી તમારે હેરાન થવાનો વારો ના આવે.

મળતી માહિતી મુજબ 22મી ઓગસ્ટ, 2025ની રાતથી 23મી ઓગસ્ટના સવારે સુધી એચડીએફસી બેંકના ખાતાધારકો કેટલીક સુવિધાઓનો લાભ નહીં લઈ શકે. આ સમય દરમિયાન કસ્ટમર કેયર, વોટ્સએપ ચેટ બેંકિંગ અને એસએમએસ બેંકિંગ જેવી સુવિધાઓ પ્રભાવિત થશે. બેંક દ્વારા ખાતાધારકોના ઓવરઓલ બેંકિંગ એક્સપિરીયન્સને વધારે સારો બનાવવા માટે સિસ્ટમ અપગ્રેડ કરવામાં આવી રહી છે, જેને કારણે અસ્થાઈ રીતે આ સુવિધાઓ બંધ રાખવામાં આવશે.

સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 22મી ઓગસ્ટની રાતે 11 વાગ્યાથી લઈને રાતે 23મી ઓગસ્ટ સુધી સવારે 6 વાગ્યા સુધી એચડીએફસી બેંકની આ સુવિધાઓ ઉપલબ્ધ નહીં રહે. આ સમય દરમિયાન ઈમેલ સપોર્ટ, ફોન બેંકિંગ આઈવીઆર, સોશિયલ મીડિયા આસિસ્ટન્ટ, એસએમએસ બેંકિંગ અને વોટ્સએપ ચેટ બેંકિંગ વગેરે બંધ રહેશે. જોકે, કોઈ કસ્ટમરનું કાર્ડ વગેરે ખોવાઈ જાય તો ટોલ ફ્રી નંબર પર રિપોર્ટ કરી શકે છે.

મેઈન્ટેનન્સ દરમિયાન ફોન બેંકિંગ એજન્ટ સર્વિસ, એચડીએફ બેંક નેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ, પેઝેપ અને માયકાર્ડ્સ જેવી સુવિધા પહેલાંની જેમ જ કામ કરશે. એચડીએફસી બેંકના કસ્ટમર્સ નેટ બેંકિંગ પ્લેટફોર્મની મદદથી 200થી વધુ સેવાઓ કોઈ પણ સમયે ક્યાંયથી એક્સેસ કરી શકાશે.

આ પણ વાંચો…આઇસીઆઇસીઆઇ બેંકનો યુ ટર્ન, હવે મિનિમમ બેલેન્સ ૧૫,૦૦૦ જ…

      Darshana Visaria

      મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

      સંબંધિત લેખો

      Back to top button