આ વાઈરલ વીડિયો જોયો કે? ના જોયો હોય તો જોઈ લો દિલ ખુશ થઈ જશે…

હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો છે અને દરરોજ સોશિયલ મીડિયા પર કોઈને કોઈ વીડિયો વાઈરલ થાય છે, જે જોઈને આપણે ખુશ થઈ જઈએ છીએ. આજે આપણે અહીં આવા જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વિઘ્નહર્તા ગણપતિ બાપ્પા અને નાનકડાં ટેણિયા વચ્ચેનું અનોખું બોન્ડ જોવા મળી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ kanda.le.lo નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ એકાઉન્ટ પર એક નાનકડાં બાળકનો વીડિયો શેર કરવામાં આવ્યો છે અને એને કેપ્શન આપવામાં આવી છે આપલા લાડકા ગણુ… આ નાનકડા બાળકના વીડિયોએ નેટિઝન્સને ઘેલું લગાડ્યું છે અને આ વીડિયો જોઈને બાપ્પા અને નાનકડાં ટેણકાનો અનોખો સંબંધ દેખાઈ રહ્યો છે.
નાના બાળકોને બાપ્પાને ખૂબ જ ગમે છે અને તેમના આગમનથીતેઓ જેટલા આનંદિત થઈ ઉઠે છે કે ન પૂછો વાત. પરંતુ જ્યારે વાત વિસર્જનના દિવસની વાત આવે ત્યારે તેઓ ખૂબ જ દુઃખી થઈ જાય છે અને તેમના આંસુને રોકી શકાતા નથી. ટીવી પર પણ જ્યારે ગણપતિની ટીવી સિરીયલ કે ફિલ્મો પણ જુએ તો તેઓ ખુશ થઈ જાય છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોવા મળે છે કે બાપ્પાની મૂર્તિ જોઈને આ બાળક તેના પ્રેમમાં પડી જાય છે અને બાપ્પાની મૂર્તિના હાથ પર પોતાનો હાથ મૂકી ને એકદમ ખિલખિલાટ હસી પડે છે. વાત આટલેથી જ નથી અટકતી આગળ તે બાપ્પાની સૂંઢ પર પપ્પી કરે છે. બાળકની આ નિર્દોષ હરકત જોઈને મૂર્તિને કલર કરી રહેલો કલાકાર પણ પોતાનું હસવાનું રોકી શકતો નથી. જો તમે પણ હજી સુધી આ વીડિયો ના જોયો હોય તો જોઈ લે જો, દિન બન જાયેગા ભાઈસા’બ…