આમચી મુંબઈસ્પેશિયલ ફિચર્સ

10 ફૂટ ઊંચી બાઇક તમે ક્યારેય જોઇ છે? આ દેશી જુગાડ જોઇને તમને વિશ્વાસ નહીં થાય

મુંબઇ: જુગાડનો વિષય આવે તો એમાં ભારતીયોનો હાથ કોઇ જ પકડી નહીં શકે. લોકો એવા જુગાડ શોધી કાઢે છે કે તમને સાંભળીને આશ્ચર્ય થશે. એવા જ એક અતરંગી જુગાડની આ વાત છે. એક યુવાને વિશ્વની સૌથી ઊચી બાઇક બનાવી છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ બાઇક લગભગ 10 ફૂટ ઊચી છે. સાચે જ આટલી ઊચી બાઇક તમે ક્યારેય નહીં જોઇ હોય. પણ આ આટલી ઊચી બાઇક ચાલતી કઇ રીતે હશે? એ જાણવા માટે તો તમારે વિડીયો જ જોવો પડશે.

Mumbaiya Jugad

એક બાઇકના બંને પૈંડા કાઢીને તેના પર લોખંડના બાર લગાવવામાં આવ્યા છે. આ બાર પર ચાર નાના નાના પૈંડા છે. આ પૈંડા પર એન્જિનની ચેન લગાવવામાં આવી છે. કિક મારતાં જ આ ત્રણે પૈંડા એક સાથે ફરવા લાગે છે. પરિણામે બાઇક ધીરે ધીરે આગળ વધે છે. જોકે બાઇકની ઊંચાઇ વધારે હોવાથી ત્રણ માણસો એ પકડી ને ઊભા હોવાનું દેખાય છે.

આ જુગાડુ બાઇકનો વિડીયો એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ વિડીયો 25 હજારથી વધુ લોકોએ જોયો છે. ઘણાંની ખૂબ જ અતરંગી કમેન્ટ પણ આવી છે. આ બાઇક અલગ હોવા છતાં ઘણાંને તે ગમી નથી. પરિણામે આ શું બનાવ્યું છે? આવી બાઇક લઇને બજારમાં કઇ રીતે જઇ શકાશે? એવા અનેક પ્રશ્નો લોકો પૂછી રહ્યાં છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વડા પાવ વેચીને બની ગઈ સ્ટાર, એક દિવસની કમાણી જાણશો તો… Bigg Boss OTT-3 ના પ્રતિસ્પર્ધીઓ ક્રિકેટ ખેલાડીઓ જેઓ યોગના આસન નિયમિત કરતા હોય છે… પ્રેગનેન્ટ દીપિકાથી લઇને આલિયા સુધી બેબી બમ્પમાં છવાઇ ગઇ આ હિરોઇનો