ડાયાબિટીસ છે અને ઉપરથી ઉપવાસ પણ કર્યો? આ ફળો ખાવાથી નહિ પડે તકલીફ

દેશભરમાં નવરાત્રિની ધૂમ મચી છે, શ્રદ્ધાળુઓમાં માતાની ભક્તિનો અનેરો ઉત્સાહ છવાયો છે ત્યારે નવરાત્રિના 9 દિવસ બીમારીઓ હોવા છતાં પણ અનેક લોકો ઉપવાસ રાખતા હોય છે. જો કે ઉપવાસમાં પણ કયા ફળો ખાવા અને કયા ફળો ન ખાવા એ વાતને લઇને અનેક ડાયાબિટીસના દર્દીઓ મૂંઝાતા હોય છે. ત્યારે અહીં કેટલાક ફળો વિશે માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

કેળાને બદલે સફરજન- કેળા એક શક્તિવર્ધક ફળ ગણાય છે પરંતુ તેમાં ગળપણ હોવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે તે ફાયદાકારક નથી. તેમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ ઉપવાસ દરમિયાન કેળાને બદલે સફરજનનું સેવન કરવું જોઈએ.
ડાયાબિટીસના દર્દીઓએ અનાનસ પણ ન ખાવું જોઇએ તેમાં રહેલી શુગર સમસ્યાનું કારણ બની શકે છે. ચેરી પણ હાઇશુગર ફ્રુટ છે. જેનું રિપ્લેસમેન્ટ નારંગી દ્વારા થઇ શકે. નારંગીમાં પણ વધુ માત્રામાં પાણી હોય છે. તેથી નારંગી ખાવી સ્વાસ્થ્ય માટે સારી રહેશે.