આપણું ગુજરાતસ્પેશિયલ ફિચર્સ

ગઝલને ગુજરાતી બનાવનારા કવિનો મુંબઈ સમાચાર સાથે છે નાતો…

“ઓ પ્રેમ-૨મતના ૨મનારા, તું પ્રેમ-૨મતને શું સમજે?
તું આંખ લડાવી જાણે છે, હું પ્રાણ લડાવી જાણું છું.
આભાર ભરેલા મસ્તકને ઊંચકવું ‘શયદા’, સ્હેલ નથી,
હું એમ તો મસ્તીમાં આવી, આકાશ ઉઠાવી જાણું છું.”

ગઝલ શબ્દ સાંભળીએ ત્યારે આપણે ઉર્દૂ અને ફારસી શેર શાયરીઓ યાદ આવે, પણ આજે આપણે જેમને યાદ કરવાના છે તેમણે ગઝલનું ગુજરાતીકરણ કર્યું. ઉર્દૂ અને ફારસી શબ્દોના ફરજિયાતપણામાંથી તેમણે ગઝલને બહાર કાઢી અને તેને સંપૂર્ણપણે ગુજરાતી કરી. એ છે હરજી લવજી દામાણી ઉર્ફે શયદા. (Gujarati Ghazalkar Harji Lavji Damani – Shayda )

આજે 31 મે એટલે કે ગુજરાતી ભાષાના કવિ, નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક અને નાટ્યકાર એવા હરજી લવજી દામાણી ઉર્ફે શયદાની પુણ્યતિથિ. તેમણે ગુજરાતી ગઝલને ઉર્દૂના પ્રભાવમાંથી મુક્ત કરીને સંપૂર્ણપણે ગુજરાતી બનાવી હતી અને તેથી તેઓ ‘ગઝલ સમ્રાટ’ તરીકે ઓળખાય છે.

Read More: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈનનું પણ મોત, DNA ટેસ્ટમાં થયો ખુલાસો

ગુજરાતી સાહિત્યમાં તેમનું નામ ‘શયદા’ ઉપનામથી ધ્રુવ તારાની જેમ અચલ છે. ઉર્દૂ શબ્દ ‘શયદા’નો અર્થ છે ‘પ્રેમમાં પાગલ’.તેમનો જન્મ 24 ઑક્ટોબર, 1892માં ધંધૂકા પાસેના પીપળી ગામમાં ખોજા જ્ઞાતિમાં થયો હતો. તેમણે માત્ર ચાર ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો.

ઈ.સ. 1912માં પ્રથમ વખત તેમની કવિતા ‘મુંબઈ સમાચાર’માં પ્રગટ થઈ હતી. ત્યાર બાદ, તેમણે ગઝલો, નવલકથાઓ, ટૂંકીવાર્તાઓ, અને નાટકો લખવાનું શરૂ કર્યું.

તેમનું સાહિત્ય પ્રદાન :
‘જય ભારતી’, ‘ગુલઝારે-શાયરી-શયદા’, ‘દીપકનાં ફૂલ’, ‘અશ્રુ ચાલ્યાં જાય છે’ વગરે તેમના ગઝલ સંગ્રહો છે. ભાષાની સાદગી અને વિચારની તાજગી એમની ગઝલોનો મુખ્ય વિષય છે.
‘મા તે મા’, ‘છેલ્લી રોશની’, ‘આઝાદીની શમા’, ‘દુખિયારી’, ‘ખમ્મા ભાઈ ને’, ‘સેંથીમાં સિંદૂર’, ‘આગ અને અજવાળાં’, ‘સૂરસમાધિ’ વગેરે તેમની પ્રખ્યાત નવલકથાઓ છે.
તે ઉપરાંત ‘વસંતવીણા’, ‘નારીહૃદય’, ‘કોઈનું મીંઢળ કોઈના હાથે’ વગેરે રંગભૂમિ પર ભજવાયેલાં નાટકો છે.
‘પાંખડીઓ’, ‘અમીઝરણા’,’કેરીની મોસમ અને બીજી વાતો’ તથા ‘સંસારની શોભા’ એમના વાર્તાસંગ્રહો છે.

શયદાના માનમાં મુંબઈ સ્થિત સંસ્થા INT આદિત્ય બિરલા સેંટર ફૉર પરફૉર્મિંગ આર્ટ્સ ઍન્ડ રિસર્ચ દ્વારા દર વર્ષે એક યુવાન ગુજરાતી ગઝલકારને ‘શયદા એવૉર્ડ’ આપવામાં આવે છે.

Read More: સુરતમાં મિત્રોએ આપ્યો વેજ પનીર ટીક્કા મસાલાના ઓનલાઈન ઓર્ડર પણ ચિકન નિકળતા થયો હોબાળો

શયદા તેમની ગઝલોના અંતિમ પંક્તિમાં ચમત્કૃતિ સર્જે છે. આખી ગઝલ કરતાં તેમનો અંતિમ શેર ઘણો ચોંટદાર હોય છે.

“હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઊભો છે ‘શયદા’ ઉંબરમાં આવી, ન જાય ઘરમાં- ન બહાર આવે.”

“‘શયદા’ જીવન-રમત મહીં એ પણ ખબર નથી,
શું શું ગુમાવી દીધું છે – શું શું ગુમાવશું?”

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?