ટોપ ન્યૂઝસ્પેશિયલ ફિચર્સ

આજે હનુમાન જયંતી ! જાણો આજના શુભ મુર્હુત અને બજરંગબલીની પૂજાની વિધિ

દર વર્ષે ચૈત્ર પુર્ણિમાના દિવસને હનુમાન જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આખા ભારતમાં હનુમાન જયંતિને ખૂબ ધામધૂમપૂર્વક મનાવવામાં આવે છે. હનુમાન જયંતિને હનુમાન જન્મોત્સવ કહેવો વધુ યોગ્ય રહેશે, કારણ કે હિન્દુ માન્યતાઓ મુજબ હનુમાનજી ચિરંજીવી છે. આજે પણ તેઓ સર્વ સંકટોનું નિવારણ કરનારા દેવતા છે.

સનાતન ધર્મમાં હનુમાન જયંતિનું ખૂબ મહત્વ રહેલું છે. હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ મનાવવામાં આવે છે. આ વર્ષે 23 એપ્રિલના રોજ આજના દિવસે હનુમાન જયંતિ છે. માતા અંજના , કેસરીના પુત્ર હનુમાનજીને વાનર દેવતા, બજરંગબલી, વાયુદેવ પણ કહેવામા આવે છે. આજના દિવસે હનુમાનજીનો જન્મ થયો હતો આથી ભાવિકો આજના દિવસે કેએચબી જ ભક્તિભાવ અને રંગે ચંગે ઉજવે છે. ભગવાન રામ અને સીતા માતાની સેવામાં અપાર શ્રધ્ધા રાખનાર હનુમાનજીને આખા ભારતમાં પૂજવામાં આવે છે. હનુમાનજીને બળ, શક્તિ અને વીરતાના દેવતા ગણવામાં આવે છે.


હનુમાન જયંતિની પૂર્ણિમા તિથિ 23મી એપ્રિલે એટલે કે આજે સવારે 3.25 કલાકે શરૂ થઈ છે અને તિથિ 24મી એપ્રિલે એટલે કે આવતીકાલે સવારે 5:18 કલાકે સમાપ્ત થશે. જ્યોતિષના મતે હનુમાન જયંતીની અભિજીત મુહૂર્તમાં પૂજા કરવી સૌથી શુભ માનવામાં આવે છે. આજે સવારે 11:53 થી બપોરે 12:46 વાગ્યા સુધી અભિજીત મુહૂર્ત રહેવાનુ છે.

હનુમાન જયંતીના મુર્હુત :
હનુમાન જયંતિનું પ્રથમ મુર્હુત : આજ સવારે સવારે 4 વાગીને 20થી લઈને સવારે 5 વાગીને 4 મિનિટ સુધી રહેશે.
જ્યારે બીજું મુર્હુત સવારે 9 વાગીને 3 મિનિટટી લઈને સવારે 10 વાગીને 41 મિનિટ સુધી રહેશે.
ત્રીજું મુર્હુત 8 વાગીને 14 મિનિટથી 9 વાગીને 35 મિનિટ સુધી રહેવાનુ છે.

હનુમાન જયંતિના શુભ યોગ:

ચિત્રા નક્ષત્ર : ચિત્રા નક્ષત્ર 22મી એપ્રિલે એટ્લે કે ગઇકાલે રાતે 8 વાગ્યે શરૂ થયું છે અને 23મી એપ્રિલે કે આજે રાત્રે 10:32 વાગ્યે સમાપ્ત થશે.

વજ્ર યોગ : વજ્ર યોગ આજે 23 એપ્રિલના રોજ સવારે 4:29 વાગ્યે શરૂ થયું છે જે આવતીકાલે 24 એપ્રિલના રોજ સવારે 4:57 વાગ્યે પૂર્ણ થશે.

હનુમાન જયંતિ પૂજનવિધિ
ઉતાર પૂર્વ દિશામાં ચોકી પર લાલ કપડું રાખો. ત્યારબાદ હનુમાનજીની સાથે શ્રી રામની તસવીર રાખીને હનુમાનજીને લાલ ફૂલ અને શ્રી રામને પીળાં ફૂલ અર્પર્ણ કરો. હનુમાનજીને લાડુ અને તુલસીના પર્ણ અર્પણ કરો.

હનુમાનજીની પૂજા કઈ રીતે કરવી.
પહેલા શ્રી રામના મંત્ર “ૐ રામ રામાય નમઃ “નો જાપ કરવો, પછી હનુમાનજીના મંત્ર “ૐ હં હનુમતે નમઃ”નો જાપ કરો.

હનુમાન જયંતીના વિશેષ ઉપાયો

  1. હનુમાન જયંતીના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને ઘી અથવા સરસવનો દીવો પ્રગટાવી 5-11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી જીવનની દરેક સમસ્યામથી રહતા થશે.
  2. વ્યવસાય સબંધી સમસ્યાઓ માટે હનુમાનજીને સિંદૂર રંગની લંગોટી પહેરાવો.
  3. હનુમાન મંદિર જઈને ભગવાનના વિધિ વિધાનની સાથે બજરંગ બાણનો પાઠ કરો.
  4. સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓ માટે આજના દિવસે લાલ રંગના વસ્ત્રો ધારણ કરો, હનુમાનજીને સિંદુર, લાલ ફળ ફૂલ અર્પણ કરો અને પછી હનુમાન બાહુકનો પાઠ કરવાથ સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓથી રાહત મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button