USના સ્ટોરમાંથી ચોરી કરતાં ઝડપાયેલી ગુજરાતી યુવતીનો વીડિયો વાયરલ, ડૂસકાં ભરતાં કહ્યું…

સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વીડિયો જે તે દેશના હોય તો ત્યાંથી વ્યવસ્થાનો પણ આપણને પરચો બતાવે છે. આવો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
જેમાં એક ગુજરાતી મહિલાએ અમેરિકાના એક સ્ટોરમાંથી ચોરી કરવાની કોશિશ કરી ત્યારબાદ તેની સામે જે પગલાં લેવામાં આવ્યા તેના પરથી સમજી શકાય કે કાયદો અને વ્યવસ્થા કેવા હોય છે. આ ક્લિપ જાન્યુઆરી 15ની છે. વીડિયોમાં મહિલા સતત રડતી, ગભરાયેલી અને ડૂંસકા ભરતી જોઈ શકાય છે.
ત્યાં હાજર ઈન્વેસ્ટિગેટિંગ એજન્સી તેને પહેલા સ્વસ્થ થવા કહે છે. મહિલાને પાણી પીવડાવે છે. ઓફિસર કહેતો સંભળાય છે કે તમે શાંત થઈ જાઓ, ઊંડો શ્વાસ લો, તમે આ રીતે કરશો તો હું વાત નહીં કરી શકો, તેમ કહેતા સંભળાઈ છે. પોલીસ તેને એમ પણ પૂચે છે કે તેમને કોઈ બીમારી વગેરે છે કે નહીં.
મહિલાને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જોકે પોતે ચોરી કરતી પકડાઈ ગઈ હોવાની ભોંઠપ અને ડર બન્ને તેનાં ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. ત્યારબાદ ઓફિસર તેને પૂછે છે કે તેને અંગ્રેજીમાં વાત કરતા આવડે છે કે નહીં, મહિલા બહુ સારું અંગ્રેજી ન આવડતું હોવાનું કહે છે.
ત્યારબાદ પોલીસ તેને તેની ભાષા પૂછે છે ત્યારે તે કહે છે કે ગુજરાતી અને એ પણ કહે છે કે તે ભારતથી આવી છે. તે ઓફિસરને એમ પણ કહે છે કે તેને ઈન્ટરપ્રિટરની જરૂર નથી.
ટાર્ગેટ સ્ટોરમાંથી પોતે આ વસ્તુઓ ચોરી કરી હોવાનું પણ મહિલાએ સ્વીકાર્યું હતું. આ વસ્તુઓ તે અહીંથી લઈ તેને રિસેલ કરતી હોવાનું પણ તેણે સ્વીકાર્યું હતું. દરમિયાન ઈન્ક્વાયરી રૂમમાં એક મહિલા સીસીટીવી પર નજર રાખતી દેખાય છે અને આ ગુજરાતી મહિલા આખી કાર્ટ લઈને બહાર નીકળી જતી દેખાય છે.
સ્ટોર સ્ટાફના જણાવ્યા અનુસાર આ મહિલા આ સ્ટોરની રેગ્યુલર કસ્ટમર છે, જોકે પહેલીવાર આ રીતે શૉપલિફ્ટિંગ કરતી કેમેરામાં ઝડપાઈ છે. મહિલા પાસે વૉશિંગ્ટનનુ ડ્રાઈવિંગ લાયસન્સ પણ છે. અગાઉ જુલાઈ મહિનામાં પણ આ જ સ્ટોરમાંથી એક ભારતીય મહિલાએ એક લાખનો સામાન સરકાવી લેવાની કોશિશ કરી હતી.
આ માટે તે 7 કલાક સ્ટોરમાં રહી હતી. જોકે પકડાઈ જતા પોતે ભારતની છે અને અહીં નથી રહેવાની વગેરે જેવી આજીજી તેમે કરી હતી. તે સમયે ઓફિસરે તેને પૂછ્યું પણ હતું કે તે ભારતમાં આ રીતે ચોરી કરી શકે છે. આવી ઘટનાઓ ભારતીયોનું પણ માથું નીચું કરી દે છે.