અંગ્રેજોને આપ્યું હતું આ ગુજરાતીએ કર્જ, તગડું વ્યાજ પણ વસૂલ્યું, નામ જાણો છો?

હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ગયા હશો અને એ જાણવાની તાલાવેલી થઈ ગઈ હશે ને કે આખરે એવો તે આ કયો ગુજરાતી માણસ હતો અને જેણે અંગ્રેજોને નાણા ધીર્યા હતા અને એટલું ઓછું હોય તેમ આ ગુજરાતી માણસે અંગ્રેજો પાસેથી વ્યાજ પણ વસૂલ્યું હતું, હેં ને? ચાલો તમને જણાવી આ અનોખા ગુજરાતી ભડવીર વિશે… અંગ્રેજોએ હિંદુસ્તાનને લૂંટવામાં અને ભારતીયો પર અત્યાચાર કરવામાં કોઈ કસર બાકી નહોતી રાખી, પરંતુ આ બધા વચ્ચે એક ભારતીય વ્યક્તિ એવી પણ હતી કે જેનું નામ ઈતિહાસમાં અમર થઈ ગયું હતું, જે એક ગુજરાતી હતું. ગુજરાતી વ્યક્ત હતા વીરજી વોરા. સુરતના આ વેપારીના અનેક કિસ્સાઓ ઈતિહાસમાં નોંધાયેલા છે, જેમાંથી એક વિશે આપણે અહીં વાત કરીશું.
અંગ્રેજોની ઈસ્ટ ઈન્ડિયા કંપનીના રેકોર્ડમાં વીરજી વોરાનું નામ દુનિયાના સૌથી અમીર કારોબારી તરીક નોંધવામાં આવ્યું હતું. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર 1670ના સમયગાળામાં વીરજી વોરા પાસે 80 લાક રૂપિયાની સંપત્તિ હતી અને તેઓ નાણા ધીરવા માટે ખૂબ જ જાણીતા હતા.
મળતી માહિતી અનુસાર વીરજી વોરાએ ઈસ્ટ ઈન્ડિયા કંપની અને ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપની અને તેમના કર્મચારીઓને નાણા ધીર્યા હતા અને તેમની પાસેથી વ્યાજ પણ વસૂલ્યું હતું. વીરજી વોરા બ્રિટીશ કંપની અને તેમના અંગ્રેજ કર્મચારીઓને નાણા ધીરીને એકથી દોઢ ટક્કો વ્યાજ વસૂલતા હતા. છે ને એકદે ઈન્ટ્રેસ્ટિંગ ઈન્ફોર્મેશન? તમને ખબર હતી આ ગર્વીલા ગુજરાતી વિશે કે જેણે અંગ્રેજોને વ્યાજ પર પૈસા આપ્યા હતા અને તેમની પાસેથી સમય પર વ્યાજ પણ વસૂલ્.યો હતો.