વેપારસ્પેશિયલ ફિચર્સ

હેલ્થ ઈન્સ્યોરન્સને લઈને મોટો નિર્ણય, GST હટાવી શકે છે સરકાર

નવી દિલ્હીઃ હેલ્થ ઈન્સ્યોરન્સ માટે પ્રીમિયમ ચૂકવતી વખતે તેના પર લાદવામાં આવેલ ટેક્સ (GST)થી આપણું ટેન્શન વધી જાય છે. હવે તમને આ ટેન્શનમાંથી છૂટકારો મળે એવા સમાચાર મળ્યા છે. શનિવારે યોજાયેલી મંત્રીઓના જૂથ એટલે કે GOMની બેઠકમાં આ અંગે સર્વસંમતિ સધાઈ છે.

| Also Read: Health Insurance ક્લેઇમ માટે હવે વધુ રાહ નહિ જોવી પડે, સરકાર લાવી રહી છે સિંગલ વિન્ડો પોર્ટલ

આ બેઠક દરમિયાન એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે 5 લાખ રૂપિયા સુધીના કવરેજ સાથેના સ્વાસ્થ્ય વીમા અને ટર્મ ઈન્સ્યોરન્સ પ્રિમિયમ પરનો ટેક્સ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે. બેઠકમાં વરિષ્ઠ નાગરિકો દ્વારા ચૂકવવામાં આવતા આરોગ્ય વીમા પ્રીમિયમને કરમુક્ત બનાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જો કે આ અંગે હજુ કોઈ અંતિમ નિર્ણય લઈ શકાયો નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે આવા વીમા પ્રીમિયમને વરિષ્ઠ નાગરિકો માટે કરમુક્ત કરવામાં આવશે.

બેઠકમાં એવી પણ ચર્ચા કરવામાં આવી છે કે અન્ય નાગરિકો માટે 5 લાખ રૂપિયા સુધીના સ્વાસ્થ્ય વીમા કવર પર પહેલાની જેમ 18 ટકા જીએસટી લાગુ રહેશે. આ અંગે બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ કહ્યું કે સરકારી મંડળના દરેક સભ્ય ઈચ્છે છે કે લોકોને રાહત આપવામાં આવે.

| Also Read: સ્વાસ્થ્ય વીમા પરથી GST હટાવી શકે છે કેન્દ્ર સરકાર, આ ઉંમરના લોકોને થશે ફાયદો

અમારી બેઠકમાં વરિષ્ઠ નાગરિકો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. અમે આ મહિનાના અંત સુધીમાં GST કાઉન્સિલને અમારો રિપોર્ટ સુપરત કરીશું. GST ઘટાડીને 18 ટકા કરવા પર પણ ફોકસ કરવામાં આવી રહ્યું છે, જ્યારે વીમા પ્રીમિયમની કેટલીક શ્રેણીઓમાં છૂટછાટ આપવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. જોકે, આમાં અંતિમ નિર્ણય GST કાઉન્સિલે જ લેવાનો છે.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker