સ્ક્રિપ્ટેડ છે કે પછી વરરાજાને ખરેખર ક્રોધ આવી ગયો? આ વાયરલ વીડિયો જોઈને તમે જ કહો

ઘણીવાર સોશિયલ મીડિયા પર આવે છે તે વીડિયો સાચા છે કે પછી માત્ર વ્યુઝ મેળવવા કે ફેમસ થવાના પેંતરા છે તે સમજવું અઘરું બને છે, પરંતુ આવા વીડિયો જોઈને થોડીવાર માટે મજા આવી જાય છે અને ક્યારેક વિચાર કરતા પણ થઈ જવાય છે. આવો જ એક વીડિયો hasya_verse ઈન્સ્ટા હેન્ડલ પરથી વાયરલ થયો છે અને લોકો ખૂબ જ જોઈ રહ્યા છે.
આ વીડિયોમાં એક લગ્ન સમારંભનું સ્ટેજ છે અને વરરાજા અને નવવધૂ મિત્રો સાથે મજા કરી રહ્યા છે. નવવધૂ ડાવ્સ કરે છે અને વરરાજાને પણ પોતાની સાથે ડાન્સ કરવા માટે બોલાવે છે. વરરાજો ઈચ્છા ન હોવા છતાં આવે છે અને અમુક સેકન્ડ્સ ડાન્સ પણ કરે છે. પછી તે નવવધૂથી અલગ થવા માગે છે, પણ થઈ ન શકતા અચાનક તેને શૂરાતન ચડે છે અને તે એકદમ ક્રોધમાં આવી નવવધૂ સાથે સાલ્સા ડાન્સ કરવા માંડે છે, જેમાં છોકરી પડી પણ જાય છે. ત્યારબાદ તેને શાંત કરવો પડે છે પણ તે થતો નથી.
આ વીડિયો જોઈને નવાઈ લાગે છે કે એવું તે શું થયું કે આ ભાઈ આટલા કોપાયમાન થઈ ગયા. ઘણા નેટિઝન્સ આને સ્ક્રિપ્ટેડ કહે છે તો અમુકને થાય છે કે આ આટલી નાની વાતમાં આટલો ઉકળી હાલ્યો તો પછીથી શું કરશે.
જોકે આ વીડિયોને બીજી રીતે જોઈએ તો ઘણીવાર લગ્ન પ્રસંગોમાં ફ્રેન્ડ્સ વગેરે ભાન ભૂલી જાય છે. જો કોઈને ડાન્સ કરવાનું કે ફન કરવાનું પસંદ ન હોય તો તેને જબરજસ્તી કરવી જોઈએ નહીં. ખાસ કરીને લગ્ન પ્રસંગો દરમિયાન છોકરીઓને મહિલાઓની પણ મસ્તીના નામે છેડતી થતી હોય છે. છોકરી હોય કે છોકરો તે પોતાની ઈચ્છાથી મસ્તી કરે તેટલી છૂટ તેને હોવી જોઈએ.
આપણ વાંચો: દુનિયાના 10 એવા દેશો જ્યાં કોઈ ઇનકમ ટેક્સ નથી, જાણો કયા દેશો છે આ યાદીમાં સામેલ