લીલા મરચાં સમાર્યા બાદ હાથમાં થાય છે બળતરા? આ રીતે મળશે ચૂટકીમાં છૂટકારો…

લીલા મરચાં રસોઈનો સ્વાદ વધારીને તેને એક વાઈબ્રન્ટ ટેસ્ટ તો આપે જ છે પણ એની સાથે સાથે તેના હેલ્થ બેનેફિટ્સ પણ છે. લીલા મરચાંની તીખાશ તેમાં રહેલાં કૈપ્સેસિનમાંથી આવે છે, જેને કારણે સ્કિન પર બળતરાં અને ગરમાશ અનુભવાય છે. એમાં પણ ખાસ કરીને મરચાંના ડીંટિયા પાસેથી તેમાં થોડી વધારે તીખાશ હોય છે.
ઘણી વખત એવું બને છે કે મરચાં સમાર્યા બાદ હાથમાં બળતરા થવા લાગે છે કે પછી સ્કિન ઈરિટેશન થવા લાગે છે. જો તમારી સાથે પણ આવું થાય છે તો તમારે આ સ્ટોરી છેલ્લે સુધી વાંચી જવી પડશે, કારણ કે આ સ્ટોરીમાં અમે અહીં કેટલીક એવી ટિપ્સ જણાવીશું કે જેની મદદથી આ સમસ્યામાંથી રાહત મળશે. ચાલો જોઈએ કઈ છે આ ટિપ્સ…
મરચાંને કારણે હાથમાં કે સ્કિન પર બળતરા કે ઈરિટેશન થાય છે એમાંથી કઈ રીતે રાહત મેળવવી એની વાત કરીએ પહેલાં મરચાંમાં રહેલા વિટામિન અને મિનરલ્સ વિશે વાત કરીએ. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર મરચાંમાં પ્રોટિન, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, વિટામિન સી, ફોલેટ, વિટામિન એ, બીટા કેરોટીન, લ્યુટિન, જેક્સેન્થિન, વિટામિન કે અને ઈ સહિતના અનેક પોષક તત્ત્વો હોય છે. પરંતુ મરચાંમાં તીખાશ હોવાને કારણે તેને સમારતી વખતે સ્કિન પર બળતરાં થવા લાગે છે અને એમાંથી છુટકારો મળશે.
દૂધ કરશે મદદ
જો તમને લીલા મરચા સમાર્યા બાદ બળતરા વગેરે થાય છે તો તમને દૂધ આ બાબતમાં રાહત અપાવે છે. એક વાટકીમાં દૂધ લો અને તેમાં હાથ ડૂબાડી રાખો આવું કરવાથી થોડાક સમયમાં જ રાહત મળશે. આ સિવાય તમે ઠંડા દૂધની મલાઈ પણ ટ્રાય કરી શકો છો, અને બળતરામાંથી મુક્તિ મળે છે.

ફ્રેશ એલોવેરા જેલ લગાવો
આપણા બધાના ઘરમાં એલોવેરાનું ઝાડ હોય છે અને સ્કિન કેરથી લઈને હેર ટ્રીટમેન્ટ સુધીની સમસ્યામાં એલોવેરા કામ આવે છે. જો મરચાંની તિખાશને કારણે સ્કીન પર બળતરાં થઈ રહી છે તો તમે તેના પર ફ્રેશ એલોવેરા જેલ લગાવી શકો છો. એટલું જ નહીં તો ક્યાંય કટ્સ કે ચટકો લાગ્યો હોય આવી સ્થિતિમાં પણ એલોવેરા જેલ ખૂબ જ મદદ મળે છે.
લીંબુનો રસ પણ છે કામનો
મરચાંની તીખાશને ઘટાડવા માટે લીંબુનો રસ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે એટલે મરચાંને કારણે થનારી બળતરામાં પણ લીંબુનો રસ ખૂબ જ કારગર સાબિત થાય છે. બળતરા થઈ રહી હોય એ સ્કિન પર લીંબુનો રસ લગાવો, આવું કરવાથી બળતરામાં રાહત મળે છે.
તેલ પણ આવશે કામમાં
લીલાં મરચાં સુધારવા છે કે પછી ચટણી બનાવ્યા બાદમાં હાથમાં બળતરા થાય છે તો આવી સ્થિતિમાં કોપરેલ તેલ ખૂબ જ કારગર સાબિત થાય છે. આ સિવાય દેસી ઘી પણ બળતરામાં રાહત અપાવવામાં મદદરૂપ સાબિત થાય છે.
આ પણ વાંચો…શરદ પૂર્ણિમા 2025: આજે ભૂલથી પણ આ સમયે ચંદ્રના પ્રકાશમાં ખીર ના મૂકશો, નહીંતર…