આમચી મુંબઈનેશનલસ્પેશિયલ ફિચર્સ

ચોથી જૂનથી Gpay થશે બંધ, ભારતીય નાગરિકો પર શું અસર જોવા મળશે?

ગૂગલની ગૂગલ પે સર્વિસ (Google’s Google Pay Service) ભારત સહિત અનેક દેશમાં ઓનલાઈન પેમેન્ટ માટે મોટા પાયે ઉપયગોમાં લેવાય છે. 2022માં ગૂગલ વોલેટ (Google Wallet) આવતા જીપે (Gpay) યુઝર્સની સંખ્યમાં ઝડપથી વધારો જોવા મળ્યો હતો. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરનારાઓની પહેલી પસંદ બની ગઈ હતી આ એપ. પરંતુ હવે આ લોકપ્રિય એપને લઈને જ મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે.

મળી રહેલી માહિતી પ્રમાણે ચોથી જૂનથી ગૂગલ પેની સર્વિસ બંધ થઈ રહી છે. આ સમાચારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરનારાઓની ચિંતામાં વૃદ્ધિ થઈ છે. ગૂગલ તરફથી પણ આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે. ચાલો તમને જણાવીએ ગૂગલના આ નિર્ણયથી કયા કયા દેશ પ્રભાવિત થવા જઈ રહ્યા છે…

આ પણ વાંચો : BBC Documentary: દિલ્હી HCના ન્યાયાધીશ બીબીસી સામેના કેસની સુનાવણીમાંથી ખસી ગયા

અહીંયા તમારી જાણ માટે કે ગૂગલ પે પોતાની સર્વિસ બંધ કરવામાં જઈ રહ્યું છે પણ ગૂગલના આ નિર્ણયની ભારતીય યુઝર્સ પર કોઈ અસર નહીં જોવા મળે. ગૂગલ અમેરિકામાં ચોથી જૂન, 2024થી ગૂગલ પેની સર્વિસને બંધ કરવા જઈ રહ્યું છે એટલે ભારત નહીં પણ અમેરિકામાંથી ગૂગલે પોતાના બોરિયા બિસ્તરા બાંધી દીધા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચોથી જૂન બાદથી ગૂગલ પે એપ (Google Pay App) માત્ર ભારત અને સિંગાપોરમાં જ કામ કરશે જ્યારે બાકીના દેશમાં આની સર્વિસ સંપૂર્ણપણે બંધ થઈ જશે. કંપનીના જણાવ્યા અનુસાર તમામ યુઝર્સને ગૂગલ વોલેટ પર ટ્રાન્સફર આપવામાં આવશે. અમેરિકામાં આ તારીખ બાદ ગૂગલ પે સંપૂર્ણપણે નકામુ થઈ જશે.

અમેરિકામાં ગૂગલ પે સર્વિસ બંધ થયા બાદ અમેરિકન નાગરિકો ગૂગલથી ન તો પેમેન્ટ કરી શકશે કે ન તો પેમેન્ટ રિસીવ કરી શકશો. ગૂગલ દ્વારા તમામ અમેરિકન યુઝર્સને ગૂગલ વોલેટ પર શિફ્ટ થવા માટે જણાવવામાં આવ્યું છે. એવું કહેવાઈ રહ્યું છે કે ગૂગલ વોલેટને પ્રમોટ કરવા માટે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. કંપનીએ પોતાના બ્લોગમાં જણાવ્યું હતું કે આશરે 180 દેશમાં Gpayને ગૂગલ વોલેટથી રિપ્લેસ કરવામાં આવ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button