આ પાંચ સરકારી એપ તો તમારા ફોનમાં હોવી જ જોઈએ, આજે જ કરો ડાઉનલોડ…

રોટી, કપડાં ઔર મકાનની મૂળભૂત જરૂરિયાત સાથે હવે ચોથી વસ્તુ તેમાં જોડાઈ ચૂકી છે અને એ છે સ્માર્ટફોન. સ્માર્ટફોનના આવવાથી આપણું જીવન ખૂબ જ સરળ બની ગયું છે. ઓનલાઈન પેમેન્ટથી લઈને કેબ બુક કરવા સુધીની તમામ જરૂરી કામકાજ મોબાઈલ ફોનથી થઈ જાય છે. આજે અમે અહીં તમને પાંચ એવી સરકારી એપ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે તમારા ફોનમાં હોવી જ જોઈએ. આ એપની મદદથી તમે અલગ અલગ સુવિધાઓનો લાભ ઉઠાવી શકો છો. ચાલો જોઈએ કઈ છે આ પાંચ સરકારી એપ અને તમને આ એપ કેવી રીતે કામમાં આવી શકે છે એ-

ડિજિલોકરઃ
આ યાદીમાં સૌથી પહેલાં આવે છે ડિજીલોકર. નામ પરથી જ ખ્યાલ આવી જાય છે કે આ એક ડિજિટલ લોકર છે. સરકારે નાગરિકોને તેમના ડોક્યુમેન્ટ્સ સુરક્ષિત રીતે સ્ટોર કરી શકાય એ માટે આ ખાસ એપ ડિઝાઈન કરી છે. આ એપમાં તમે તમારા સ્કુલના સર્ટિફિકેટ્સ, ડિગ્રી વગેરે સ્ટોર કરી શકો છે. આ સિવાય તમે સ્કેન કરીને તમારા જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ સ્ટોર કરી શકો છો.
ક્યાંથી કરશો ડાઉનલોડ?
આ એપને તમે ગૂગલ પ્લેસ્ટોર કે એપલ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. જોકે, આ એપમાં લોગ ઈન કરવા તમને વેલિડ ઈ-મેલ આઈડી અને આધાર કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે. આ એપમાં તમને 1જીબી ક્લાઉડ સ્ટોરેજ આપવામાં આવે છે.

એમપરિવહનઃ
એમપરિવહન નામ પરથી જ ખ્યાલ આવી ગયો હશે કે આ ટ્રાન્સપોર્ટ સંબંધિત એપ હશે. આ એપમાં તમે ડ્રાઈવિંગ લાઈસન્સ, ગાડીના રજિસ્ટ્રેશનના ડોક્યુમેન્ટ્સ સ્ટોર કરી શકો છો. આ એપ ઈન્સ્ટોલ કર્યા બાદ તમારે તમારા ગાડીના ડોક્યુમેન્ટ્સની ફિઝિકલ કોપી રાખવાની જરૂર નહીં રહે. ગાડીની આરસી અને ડીએલસિવાય ચલાણની જાણકારી, પોલ્યુશન અને ઈન્શ્યોરન્સ સર્ટિફિકેટની માહિતી પણ મેળવી શકો છો.
ક્યાંથી કરશો ડાઉનલોડ?
આ એપને તમે ગૂગલ પ્લેસ્ટોર કે એપલ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો.

ઉમંગ એપઃ
મીઈટવાયએ આ એપને લોન્ચ કરી છે. જે વિવિધ પ્રકારની સરકારી સુવિધાઓ પૂરી પાડે છે. આ એપની મદદથી તમને યુટિલિટી બિલ પેમેન્ટ કરવાની સાથે સાથે ઈપીએફઓ સંબંધિત માહિતી પણ હાંસિલ કરી શકો છો. આ એપમાં લોગ ઈન કરવા માટે તમારી પાસે આધાર કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે.
ક્યાંથી કરશો ડાઉનલોડ?
આ એપને તમે ગૂગલ પ્લેસ્ટોર કે એપલ સ્ટોર પરથી ડાઉનલોડકરી શકો છો.

મદદઃ
મદદ નામની આ એપ પણ સરકાર દ્વારા જ નાગરિકની સુવિધા માટે બનાવવામાં આવી છે. આ એપ કોઈ પણ ડોક્યુમેન્ટ્સ ખોવાઈ જાય, ફરિયાદ કરવા કે ઈમર્જન્સી સુવિધાઓ માટે છે. આ એપની મદદથી તમે સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરી શકો છો અને તમારી સમસ્યાઓનું સમાધાન લાવી શકો છો.
ક્યાંથી કરશો ડાઉનલોડ?
આ એપને તમે ગૂગલ પ્લેસ્ટોર કે એપલ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો.

મેરા રેશનઃ
આ એપ રેશનકાર્ડ ધારકો માટે ખૂબ જ કામની છે. આ એપની મદદથી તમે રેશન કાર્ડ સંબંધિત સુવિધાઓનો લાભ ઉઠાવી શકાય છે. આ સાથે સાથે જ રેશન કાર્ડમાં તમે પરિવારના સભ્યોના નામ પણ આ એપની મદદથી એડ કરી શકો છો. આ સિવાય તમે રેશન કાર્ડ પણ મળનારા રેશનની જાણકારી અને નજીકના રેશનિંગ દુકાનની માહિતી મળશે.
ક્યાંથી કરશો ડાઉનલોડ?
આ એપને તમે ગૂગલ પ્લેસ્ટોર કે એપલ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો.