ઇન્ટરનેશનલસ્પેશિયલ ફિચર્સ

Google હજુ 30 હજાર કર્મચારીઓને કાઢી મુકશે? સતત AI પર કરી રહ્યું છે ફોકસ..

વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન ગૂગલ GEMINI અને Google Bard લોન્ચ કર્યા બાદ AI પર હવે ફોકસ કરી રહ્યું છે. AIને લઇને કંપની પોતાનું અલગ જ મોડલ વિકસાવે તેવી અટકળો વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે ગૂગલ 30 હજાર કર્મચારીઓની છટણી કરવા જઇ રહ્યું છે.

કંપનીની એડવર્ટાઇઝીંગ ટીમના હેડ સીન ડાઉનીએ એક બેઠકમાં ખુલાસો કર્યો હતો કે ગૂગલ પોતાની એડ ટીમને ફરી એકવાર સંગઠિત કરવાની યોજના બનાવી રહ્યું છે. જો કે છટણી અંગેની કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી. ગૂગલ હાલમાં સંપૂર્ણપણે AI પર ફોકસ્ડ છે, તેમજ મહત્વના ફેરફારો લાવી શકે તેમ છે, જેને પગલે નોકરીઓમાં મોટાપાયે કપાત સર્જાય તેવી શક્યતાઓ છે. ગ્લોબલ સ્તરેથી એડવર્ટાઇઝિંગ તથા માર્કેટિંગ ટીમમાંથી જ નોકરીઓમાં કપાત થશે.

ગૂગલ 30 હજાર કર્મચારીઓની સાચે જ છટણી કરે તો આ એક મોટી છટણી સાબિત થશે. આ જ વર્ષે જાન્યુઆરીમાં ગૂગલે મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરી હતી. જો કે ગૂગલ સાથે જ એમેઝોન, મેટા અને X(ટ્વીટર)એ પણ કર્મચારીઓને નિકાળવાની જાહેરાત કરી હતી.

ગૂગલ કસ્ટમર સર્વિસમાં AIને સામેલ કરવાના નિર્ણયની સીધી અસર માનવ રોજગાર પર પડશે. આ વર્ષે અંદાજે 12000 કર્મચારીઓની છટણી બાદ ગૂગલના CEO સુંદર પિચાઇએ જણાવ્યું હતું કે આ મુશ્કેલ તબક્કો છે. ગૂગલ માટે આ એક પડકારજનક સમય રહ્યો છે. જો આ કાર્યવાહી કરવામાં ન આવી હોત તો ગ્લોબલ લેવલ પર કંપનીએ તેના માઠા પરિણામો ભોગવવા પડતા.

આ વર્ષે મે મહિનામાં GOOGLE એ AI સંચાલિત વિજ્ઞાપનોની જાહેરાત કરી હતી, જે અનેક ભાષામાં વાતચીત કરી શકે તેમજ વિજ્ઞાપનની સરળતા માટે કામ કરી શકે તે રીતે બનાવવામાં આવ્યું છે. ગૂગલ દ્વારા નિર્મિત આ નવું AI મોડલ લોકોની વેબસાઇટ સ્કેન કરીને વસ્તુઓ સર્ચ કરીને લોકો સમક્ષ મુકી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button