સ્પેશિયલ ફિચર્સ

Happy Valentine’s day: Google તમારા માટે લાવ્યું છે આ સરપ્રાઈઝ ગેમ, રમો અને જાણો કે…

આખું જગત આજે પ્રેમના રંગે રંગાશે Valentine’s day ઉજવશે ત્યારે આપણા સૌનું લાડલું ગૂગલ સર્ચ એન્જિન google search engine કઈ રીતે આમાંથી બાકાત રહી શકે. ખાસ દિવસની ઉજવણી કરવાની ગૂગલની અનોખી રીત છે ગૂગલ ડૂડલ Google Doodle.. છેલ્લા કેટલાક વર્ષોથી, ગૂગલે તેના ડૂડલ્સમાં ખાસ મિની-ગેમ્સ ઓફર કરવાનું શરૂ કર્યું છે. જેના કારણે યુઝર્સને તે દિવસ વિશે માત્ર માહિતી જ નથી મળતી પરંતુ મજા આવે છે એટલે કહેવાય કે જ્ઞાન સાથે ગમ્મત. ત્યારે ફરી આજે વેલેન્ટાઈન ડે ઉજવવા ગૂગલે તમારી માટે લાવ્યું છે કેમેસ્ટ્રી ગેમ-Chemistry game..

આ ગૂગલ ગેમનું નામ કેમિસ્ટ્રી ક્યુપિડ છે. આમાં તમે પોતે એક તત્વ એટલે કે element છો, અને તમે અન્ય તત્વો સાથે જોડાવા માંગો છો. આ ગેમ રમવા માટે સૌથી પહેલા તમારે ગૂગલના હોમ પેજ પર જવું પડશે. તે પછી, તમારે સામે દેખાતા ગૂગલ ડૂડલ Google Doodle પર ક્લિક કરવાનું રહેશે. પછી રમતની મુખ્ય સ્ક્રીન ખુલશે.


તમે કયું તત્વ છો તે જોવા માટે પ્રથમ તમારે ક્વિઝ રમવી પડશે. તે તમારા વ્યક્તિત્વ વિશે કેટલાક સરળ પ્રશ્નો પૂછે છે. જેમ કે, તમે કેવા વ્યક્તિ છો, તમારું સ્વપ્ન ઘર કેવું છે, શું તમે કસરત કરો છો..વગેરે. આવા માત્ર પાંચ પ્રશ્નોના જવાબ આપ્યા પછી, Google તમને જણાવશે કે તમે કયું તત્વ છો.

આ પછી તમારે Start Bonding વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. આ પછી, અન્ય તત્વોની પ્રોફાઇલ તમારી સ્ક્રીન પર એક પછી એક દેખાશે. જેમ ડેટિંગ એપ્લિકેશન પર ડાબે અથવા જમણે સ્વાઇપ કરો જ્યાં તમે નક્કી કરો કે તમને રસ નથી, અહીં તે જ છે. તમે જેની સાથે બોન્ડ કરવા માંગો છો તેના પર જમણે સ્વાઇપ કરો.

આ પછી તમે ‘Let’s Combine’ વિકલ્પ પર લાંબા સમય સુધી દબાવીને નવું બોન્ડ બનાવી શકો છો. જ્યારે તમારું તત્વ અન્ય તત્વ સાથે જોડાય છે, ત્યારે એક નવું રસાયણ રચાય છે. આવા 18 બોન્ડ બનાવ્યા પછી તમને સરપ્રાઈઝ મળશે. છે ને મજેદાર. તો રમો અને ઉજવો Happy Valentine’s day…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ