દાદા-દાદી માટે ગૂગલ મેપ લાવ્યું ખાસ ફીચર, જાણો
ગૂગલ મેપ તેના યુઝર્સની સુવિધા માટે નવા ફીચર્સ રોલઆઉટ કરતું રહે છે. હવેગૂગલ મેપે વ્હીલચેર ફીચર રજૂ કર્યું છે, જે વૃદ્ધ લોકો અથવા મુસાફરી દરમિયાન ચાલવામાં મુશ્કેલી અનુભવતા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ફીચરની મદદથી તમે વ્હીલચેરનું લોકેશન જાણી શકો છો,
ઘણી વાર એવું જોવા મળે છે કે ચાલવામાં તકલીફ પડવાને કારણે દાદા-દાદીને ઘરે એકલા છોડી દેવાની ફરજ પડે છે, પરંતુ હવે ગૂગલ વ્હીલ ચેર ફીચર લઇ આવ્યું છે , જેને કારણે તમારે દાદા-દાદીને ઘરે એકલા મૂકીને જવાની જરૂર નહીં રહે.જો તમે પ્રવાસ પર જાઓ છો અને તમારી સાથે કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય, જેમને ચાલવામાં અને હરવા-ફરવામાં તકલીફ પડતી હોય, તો ગૂગલ મેપે આવા લોકો માટે વ્હીલચેરની સુવિધા રજૂ કરી છે. તમે ગુગલ મેપ પર સર્ચ કરીને તમને વ્હીલ ચેર ક્યાંથી મળશે તેની માહિતી મળી જશે.
આ ફીચરની મદદથી તમે વ્હીલ ચેર Accessible Placesની માહિતી મેળવી શકો છો અને એ મુજબ વડીલો સાથેની તમારી જર્ની પ્લાન કરી શકો છો. આ સુવિધા એવા લોકો માટે અનુકૂળ રહેશે જેઓ વૃદ્ધ છે અથવા મુસાફરી દરમિયાન ચાલવામાં અને ફરવામાં મુશ્કેલી અનુભવે છે. હાલમાં તો આ ફીચર એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
ગૂગલ મેપની વ્હીલચેર ફીચર ખૂબ જ ઉપયોગી છે. તેને સક્ષમ કરવા માટે:
- Google Maps એપ્લિકેશન ખોલો.
- ઉપરના જમણા ખૂણામાં પ્રોફાઇલ ચિત્ર અથવા એકાઉન્ટ મેનૂને ટેપ કરો.
- સેટિંગ્સ પર જાઓ અને ઍક્સેસિબિલિટી સેટિંગ્સ પર ટેપ કરો.
- Accessible Places વિકલ્પ ચાલુ કરો.
- હવે તમે વ્હીલચેર સુલભ સ્થળો જાણી શકશો.
- તમને શોધ પરિણામોમાં વ્હીલ ચેર આઇકોન દેખાશે.
- સ્થાન પસંદ કર્યા પછી, તમને તે સ્થાન પર કેવી રીતે પહોંચવું તેની માહિતી મળશે.
ગુગલ મેપ તેના યુઝર્સની સુવિધા માટે નવા ફીચર્સ લાવતી રહે છે. ગુગલે હવે ફ્લાયઓવર ઓળખવાની સુવિધા પણ ઉપલબ્ધ કરી છે. જેથી હવે તમે સર્વિસ લેન અને ફ્લાયઓવરને લઈને મૂંઝવણમાં નહીં રહો. ગૂગલ મેપને આ ફીચર આપવા માટે ઘણી ફરિયાદો કરવામાં આવી હતી, જે બાદ આખરે ગૂગલ મેપે આ ફીચરને રોલઆઉટ કરી દીધું છે.
તમે પણ વ્હીલ ચેર અને ફ્લાય ઓવર ફીચર વાપરીને જોજો.તમને મજા પડશે અને તમારો પ્રવાસનો અનુભવ પણ શાનદાર રહેશે.