Google Maps પર દેખાતી કલરફૂલ લાઈન્સનો અર્થ શું થાય છે? 99 ટકા લોકોને નથી ખબર…

દરરોજ લાખો-કરોડો લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે, કોઈ એડ્રેસ શોધવા માટે કે ટ્રાફિકથી બચવા માટે ગૂગલ મેપનો સહારો લેતા હોય છે. પરંતુ ઘણી વખત ગૂગલ મેપ એકને બદલે બીજી જગ્યાએ પહોંચાડી દે છે. જો તમે પણ ગૂગલ મેપને ધ્યાનથી જોયું હશે તો તેમાં બ્લ્યુ, ગ્રીન, રેડ, ઓરેન્જ અને ગ્રીન કલરની લાઈન્સ જોવા મળે છે. પરંતુ શું તમને આ લાઈન્સ અને તેના તેના કલરનો શું અર્થ છે એ ખબર છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ
તમારી જાણ માટે કે જો તમને ગૂગલ મેપ પર દેખાતી આ કલરફૂલ લાઈન્સનો અર્થ નથી ખબર તો તમે કોઈ વખત મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. કેટલાક લોકોને એવું લાગે છે કે મેપને વધુ સુંદર બનાવવા માટે જ આ લાઈન્સ હોય છે તો એવું બિલકુલ નથી. ગૂગલ મેપ પર દેખાતી આ દરેક કલરની લાઈનનો અલગ અલગ અર્થ હોય છે અને એ જાણી લેવું તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે.
ગ્રીન લાઈનઃ
ગૂગલ મેપ પર દેખાતી આ ગ્રીન લાઈનનો અર્થ એવો થાય છે કે એ એ રૂટ પર બિલકુલ ટ્રાફિક નથી, અને તમે આરામથી એ રસ્તે પર આગળ વધી શકો છો, એમાં કોઈ અવરોધ નથી આવતો.
પીળી કે ઓરેન્જ લાઈનઃ
મેપ પર દેખાતી પીળી કે ઓરેન્જ લાઈનનો અર્થ એવો થાય છે કે એ રૂટ પર થોડો ટ્રાફિક હોય છે. ગાડીઓ ધીરે ધીરે પણ આગળ વધી રહી છે. તમે થોડા મોડે મોડે પણ તમારી નિર્ધારિત સ્થળે વધવું જોઈએ.
લાલ રંગઃ
જો મેપ પર તમને લાલ કલરની લાઈન્સ દેખાય છે તો તમારે સાવધાન થવાની જરૂર છે. મેપ પર દેખાતી લાલ અને ડાર્ક લાલ કલરપની લાઈન્સ ટ્રાફિક જામ ઈન્ડિકેટ કરે છે. આ રસ્તા પર આગળ વધવું તમારા માટે માથાનો દુઃખાવો સાબિત થઈ શકે છે.
બ્લ્યુ રંગઃ
બ્લ્યુ રંગની લાઈન્સ મેપ પર દેખાય એનો અર્થ શું થાય એ વિશે વાત કરીએ તો તે તમારી જર્નીનો મેન રોડ છે, એટલે કે ગૂગલ પણ તમને એ જ રૂટ પર આગળ વધવાની સલાહ આપી રહ્યું છે.
ગ્રે અને બ્લેક કલરઃ
મેપ પર દેખાતી ગ્રે અને બ્લેક કલરની લાઈન જોવા મળે તો એ રસ્તો કાં તો બંધ છે કે પછી એ રસ્તા પર ખૂબ જ ભીડ છે. આ સિવાય કોઈ રોડ પર અકસ્માત કે કોઈ દુર્ઘટના થાય છે ત્યારે પણ ગૂગલ મેપ બ્લેક કલરની લાઈન્સ જોવા મળે છે.
જાંબુડી કલરઃ
અનેક વખત ગૂગલ મેપ પર જાબુંડી રંગની લાઈન્સ જોવા મળે છે. આ જાંબુડી રંગની લાઈન્સનો અર્થ એવો થાય છે કે આ રૂટ થોડો લાંબો છે કે પછી ત્યાં વધારે ટ્રાફિક મળી શકે છે.
બ્રાઉન કલરઃ
લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ એટલે કે મેપ પર દેખાતી બ્રાઉન રંગની લાઈન્સ વિશે પણ તમારે જાણી લેવું જોઈએ. જો તમારા મેપ પર પણ તમને બ્રાઉન કલરની લાઈન્સ જોવા મળે તો સમજી જાવ કે તમે કોઈ પહાડી રસ્તા પર આગળ વધી રહ્યા છો. તમે સામાન્ય કરતાં વધારે ઊંચાઈવાળા રસ્તા પરથી પસાર થઈ રહ્યો છે.
ગૂગલ મેપ વાપરતી વખતે આ વાતોનું રાખો ધ્યાન-
⦁ ગૂગલ મેપનો ઉપયોગ કરતી વખતે બ્લ્યુ કે ગ્રીન કલરવાળા રૂટને પ્રાયોરિટી આપો
⦁ પીળા કલરની લાઈન્સ હોય એવા રસ્તા પર ટ્રાફિક હળવો હોય છે
⦁ રેડ અને બ્લેક કલરની લાઈન્સ હોય એવા રસ્તા પરથી પસાર થવાનું ટાળો, કારણ કે ત્યાં ટ્રાફિક જામની સ્થિતિનો સામનો કરવો પડી શકે છે
આપણ વાંચો : તમે પણ Google Map પર આંખો બંધ કરીને તો ભરોસો નથી કરતાં ને? આંખો ખોલી નાખશે આ સ્ટોરી…