સ્પેશિયલ ફિચર્સ

ગૂગલ લેવા જઈ રહ્યું છે મહત્ત્વનું પગલું, હવે જીમેલનું પાસવર્ડ રિસેટ કરવા માટે…

આપણે ત્યાં મોટાભાગની ઓફિસ અને કોર્પોરેટ વર્લ્ડમાં જીમેલનો ઉપયોગ કરવામાં આવે છે. અનેક વખત એવું જોવા મળે છે કે લોકો જીમેલનો પાસવર્ડ ભૂલી જાય છે અને ઓટીપીની મદદથી પોતાનું પાસવર્ડ રિસેટ મારી લે છે. પરંતુ હવે ગૂગલ એક મહત્ત્વનો નિર્ણય લેવા જઈ રહ્યું છે અને એને કારણે આ ઓટીપી સિસ્ટમ ખતમ કરવા જઈ રહ્યું છે. જો આ ઓટીપી સિસ્ટમ બંધ થઈ જશે તો યુઝર્સ કઈ રીતે પોતાનું પાસવર્ડ રિસેટ કરી શકશે તો ચાલો જાણીએ-

ગૂગલ હવે ઓટીપી સિસ્ટમ બંધ કરીને ક્યુઆર કોડ બેસ્ડ વેરિફાઈ સિસ્ટમ લાવવા જઈ રહ્યું છે. આ ફેરફાર સિસ્ટમને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશથી કરવામાં આવી રહ્યો છે. એસએમએસ દ્વારા મોકલવામાં આવતો છ ડિજિટનો કોડ ફિશિંગ એટેક અને સિમ સ્વેપિંગ જેવા સ્કેમથી પ્રભાવિત હોઈ શકે છે. ફોર્બ્સના એક રિપોર્ટ અનુસાર આ નવી સિસ્ટમ આવનારા કેટલાક દિવસોમાં લાગુ કરવામાં આવશે.

આ પણ વાંચો: ટૅક વ્યૂહ : ગૂગલને હંફાવવા આવી ગયા છે બે હરીફ …!

તમારી જાણકારી માટે કે જીમેલના સ્પોક્સપર્સન રોસ રિચેન્ડરફરે નવા સિસ્ટમની પુષ્ટિ કરી છે. આ સિવાય તેમણે એવું પણ જણાવ્યું હતું કે હવે યુઝર્સને પોતાના ફોન નંબર પર કોડ મેળવવાને બદલે સ્ક્રીન પર એક ક્યુઆર કોડ જોવા મળશે, જેને પોતાના ફોનના કેમેરા એપથી સ્કેન કરવું પડશે. આ પ્રોસેસથી સરળતા રહેશે અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ સારું રહેશે.

હવે ગૂગલ એસએમએસ દ્વારા કોડ મોકલીને યુઝર્સના એકાઉન્ટને વેરિફાઈ કરતું હતું. પરંતુ આના પ્રોસેસમાં અનેક ખામીઓ જોવા મળી હતી. સાઈબર ક્રિમીનલ્સ ફિશિંગ ટેક્નોલોજીથી યુઝર્સને છેતરતા હતા. સિમ સ્વેપિંગ એટેકની મદદથી પણ કોઈનો પણ મોબાઈલ નંબરને પોતાના કન્ટ્રોલમાં લઈને તેના જીમેલ એકાઉન્ટ સુધી પહોંચી શકે છે.

આ પણ વાંચો: UPI Transcation : NPCI એ ફોન-પે, ગૂગલ-પે અને વોટ્સએપ-પે ને આપી આ મોટી રાહત

ક્યુઆર કોડ ટેક્નોલોજીને કારણે સુરક્ષામાં ખૂબ જ સુધાર થશે. આ સિસ્ટમ સીધું યુઝર્સ અને ગૂગલ વચ્ચે કનેક્શન થશે અને એને કારણે વચ્ચે થતાં સ્કેમ્સથી બચી શકાશે. એનો અર્થ એવો થાય છે કે ફિશિંગ એટેક અને સિમ સ્વેપિંગ જેવા જોખમ ઓલમોસ્ટ નને બરાબર હશે, કારણ કે એમાં કોઈ કોડ શેર કરવાની જરૂરિયાત નહીં રહે જેથી ચોરી થવાની શક્યતા રહેશે.
ગૂગલે આ ફેરફાર પાછળનો હેતુ સ્પષ્ટ તરતાં જણાવ્યું હતું એસએમએસ કોડ યુઝર્સની સુરક્ષા સામે જોખમ હતું અને કંપની યુઝર્સને સાઈબર ક્રિમીનલ્સથી બચાવવા માટે સતત પોતાની પોલિસીમાં ફેરફાર કરી રહ્યું છે. જોકે, હજી સુધી આ નવી સિસ્ટમ ક્યારથી લોન્ચ કરવામાં આવશે એની જાહેરાત નથી કરવામાં આવી પણ ટૂંક સમયમાં જ આ નવી સિસ્ટમનો અમલ શરૂ થઈ જશે, એની માહિતી આપવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button