સ્પેશિયલ ફિચર્સ

ગૂગલ પોતાનું આ ફિચર બંધ કરવા જઈ રહ્યું છે…

ગૂગલ તેની સર્વિસના એક ફીચરને બંધ કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપનીએ જાહેરાત કરી છે કે જાન્યુઆરી 2024 થી જીમેલનું બેઝિક HTML વ્યુ બંધ કરશે. જો કે કોઈ પણ વ્યક્તિ HTML બંધ થયા બાદ પણ પોતાના જૂના મેઈલ જોઈ શકશે. ખાસ બાબત તો એ છે કે જીમેલનું આ ફીચર 10 વર્ષથી વધુ જૂનું છે.

જોકે આ ફીચર બંધ કરતા પહેલાં ગૂગલે તેના સપોર્ટ પેજને અપડેટ કર્યું છે, જેથી જીમેલ ડેડલાઈન પછી આપમેળે સ્ટાન્ડર્ડ વ્યૂ પર સ્વિચ થઈ શકે. કંપનીએ જીમેલ યુઝર્સને આ અંગે જાણકારી આપવા માટે નોટિફિકેશન ઈમેલ પણ મોકલ્યો છે.
કંપનીએ ઈમેલમાં લખ્યું છે કે, ‘ડેસ્કટોપ વેબ અને મોબાઈલ વેબ માટે Gmail બેઝિક HTML વ્યૂ જાન્યુઆરી 2024થી બંધ થઈ જશે.

જ્યારે વપરાશકર્તાઓ HTML સંસ્કરણનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે Google એક સંદેશ તમને મોકલે છે કે આ ફીચર હાલમાં ખુબજ સ્લો ચાલી રહ્યું છે. જેના કારણે તે ટૂંક સમયમાં બંધ કરવામાં આવશે.

આ ફીચર બંધ કરવાનું એક કારણ એ પણ છે કે ચેટ, જોડણી ચકાસવી, ફિલ્ટર, કીબોર્ડ શોર્ટકટ્સ અને સમૃદ્ધ ફોર્મેટિંગ જેવી ઘણી સુવિધાઓ HTML સંસ્કરણમાં ઉપલબ્ધ નથી. જો કે તે એવી પરિસ્થિતિઓમાં ઉપયોગી છે કે જ્યાં તમે ઓછી કનેક્ટિવિટી ધરાવતા વિસ્તારમાં હોવ અથવા કોઈપણ વધારાની સુવિધાઓ વિના માત્ર ઈમેલ જોવા ઈચ્છતા હોવ. હાલમાં તે હજી સ્પષ્ટ નથી કે Google ઓછી કનેક્ટિવિટી માટે અન્ય મોડ ઉમેરવાનું વિચારી રહ્યું છે કે કેમ.

ગૂગલે પણ તાજેતરમાં જ ગૂગલ પોડકાસ્ટ બંધ કરવાની જાહેરાત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button