New year Countdown: નવા વર્ષમાં બદલાયો ગૂગલનો અંદાજ, ખાસ ડૂડલ બનાવીને ઉજવણી કરી…

વર્ષ 2025 હવે અંતિમ ચરણમાં છે અને ગણતરીના કલાકો બાદ જ નવા વર્ષ 2026નું આગમન થશે. આખી દુનિયા જ્યારે જશ્નની તૈયારીમાં ડૂબેલી છે, ત્યારે ટેક જાયન્ટ ગૂગલ પણ આમાં પાછળ નથી. ગૂગલે આજે એક ખાસ અને આકર્ષક ગૂગલ ડૂડલબનાવીને વર્ષ 2025ને વિદાય આપી છે અને વર્ષ 2026નું સ્વાગત કર્યું છે.
ગૂગલએ આજના સમયનું સૌથી મોટું અને મહત્ત્વનું સર્ચ એન્જિન બની ગયું છે. લોકો નાની મોટી વાત કે સવાલોના જવાબ મેળવવા માટે ગૂગલબાબાની મદદ લે છે. વાત કરીએ ગૂગલની તો ગૂગલ પણ હંમેશા મહત્વના દિવસો અને તહેવારોને પોતાના ડૂડલ દ્વારા યાદગાર બનાવે છે. આજે પણ નવા વર્ષની પૂર્વસંધ્યાએ ગૂગલે ખૂબ જ ક્રિયેટીવ અને અને કલરફૂલ ડૂડલ રજૂ કર્યું છે, જે પોઝિટિવ એનર્જી અને નવી શરૂઆતનો સંદેશ આપી રહ્યું છે.
આજના ગૂગલ ડૂડલમાં શું ખાસ છે?
આજના ડૂડલમાં ગૂગલે ખૂબ જ સુંદર અને જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. ગૂગલનો સ્પેલિંગ ગોલ્ડન અને ચમકીલા રંગથી ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ સિવાય ડૂડલની વચ્ચોવચ્ચ સિલ્વર ફોઈલના બલુન્સથી 2025 લખવામાં આવ્યું છે અને તેની એક્ઝેક્ટલી નીચે એક અટ્રેક્ટિવ કેન્ડી રાખવામાં આવી છે.
મજેદાર વાત તો હવે આવે છે. આ કેન્ડી જેવી ખુલે છે, એટલે 2025નું વર્ષ બદલાઈને 2026માં ફેરવાઈ જાય છે. ડૂડલની આસપાસ રંગબેરંગી ‘કન્ફેટી’ (રંગબેરંગી કાગળના ટુકડા) અને નાના સિતારાઓ ઉડતા જોઈ શકાય છે, જે સંપૂર્ણપણે પાર્ટી જેવો ઉત્સાહ જગાવે છે.
શા માટે આ ડૂડલ મહત્વનું છે?
ગૂગલનું આ ડૂડલ માત્ર વર્ષ બદલાવવાનું સૂચક નથી, પરંતુ તે આશા અને ખુશીનું પ્રતીક છે. સોનેરી અને ચાંદી જેવા રંગોનો ઉપયોગ તે દર્શાવે છે કે આવનારું વર્ષ સમૃદ્ધિ અને નવી તકો લઈને આવશે. ગૂગલે ખૂબ જ સાદગી છતાં પ્રભાવશાળી રીતે દુનિયાભરના યુઝર્સને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે.
ગૂગલ ડૂડલની પરંપરા
ગૂગલ વર્ષોથી ઐતિહાસિક દિવસો, મહાન હસ્તીઓના જન્મદિવસ અને તહેવારો પર ડૂડલ બનાવવાની પરંપરા નિભાવે છે. નવા વર્ષનું ડૂડલ હંમેશા વિશ્વભરમાં સૌથી વધુ જોવામાં આવતું ડૂડલ હોય છે, કારણ કે તે અબજો લોકોને એકસાથે નવી શરૂઆત કરવા માટે પ્રેરણા આપે છે.



