ભૂલથી પણ આ નંબર પર ના કરશો કોલ, નહીંતર પસ્તાવવાનો વારો આવશે…

આજકાલ દરેક સમસ્યાનું સમાધાન મેળવવા માટે ગૂગલબાબાને શરણે જતાં હોઈએ છીએ અને હવે તો કોઈ દુકાન કે ઓફિસનો નંબર શોધવો હોય કે ડોક્ટર કે હોસ્પિટલનો કે પછી કોઈ કસ્ટમર કેયરનો નંબર શોધવો હોય તમામ સવાલોના જવાબ ગૂગલબાબા પાસે હોય જ છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ નંબર જ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. ચાલો આજે તમને આ સ્ટોરીમાં આ વિશે વિસ્તારથી જણાવીએ…
વાત જાણે એમ છે કે આજના ડિજિટલ વર્લ્ડમાં સ્કેમર્સ પણ સ્માર્ટ થઈ ગયા છે અને તેઓ પણ લોકોને ઠગવા માટે જાત જાતના રસ્તાઓ શોધી કાઢે છે. સ્કેમર્સે હવે કસ્ટમર કેયર કોઈ પણ કંપનીની ઓરિજનલ વેબસાઈટ પર જઈને બનાવટી નંબર નાખીને તમને ફસાવવાનો પ્રયાસ કરે છે. જ્યારે તમે આ નંબર પર કોલ કરો છો ત્યારે તેઓ તમારી પર્સનલ ઈન્ફોર્મેશન ચોરી લે છે કે પછી તમારું બેંક એકાઉન્ટ જ ખાલી કરી નાખે છે. આવી સ્થિતિમાં ખૂબ જ જરૂરી છે કે તમે એવા ફોન નંબરને ઓળખી લો અને ભૂલથી પણ તેના પર ક્લિક ના કરો.
આ પણ વાંચો: સાવધાન ! એક જ કોલમાં બેંક એકાઉન્ટ થઈ જશે ખાલી, UPI એ આપી ચેતવણી
ફોર્બ્સના રિપોર્ટ અનુસાર હાલમાં સર્ચ પેરામીટર ઈન્જેક્શન અટેક સ્કેમ ચાલી રહ્યું છે. સરળ ભાષામાં સમજાવવાનું થાય તો સ્કેમર્સ એક ખાસ પ્રકારની લિંક બનાવે છે, જેમાં તેઓ બનાવટી નંબર નાખે છે. આ લિંક તમને કોઈ ઓરિજનલ વેબસાઈટ પર લઈ જાય છે. પણ જેવા તમે એ વેબસાઈટ પર પહોંચો છે કે ત્યાં એક સર્ચ બોક્સ દેખાય છે અને એમાં પહેલાંથી જ એ બોગસ નંબર લખેલો હોય છે.
હવે જ્યારે તમે એ નંબર પર કોલ કરો છો ત્યારે સામે લાઈન પર રહેલી વ્યક્તિ પોતાની જાતને કંપનીનો કર્મચારી ગણાવે છે અને તમારી પાસેથી પર્સનલ ઈન્ફોર્મેશન માગે છે જેમ કે તમારી બેંક ડિટેઈલ્સ, પાસવર્ડ વગેરે માંગે છે. ત્યાર બાદ તેની સાથે તમારી સાથે ફ્રોડ થઈ શકે છે.
આ પણ વાંચો: જ્યારે પૃથ્વી પર દિવસ 24 નહીં માત્ર 6 કલાકનો હતો! સામે આવ્યું ચોંકાવનારું કારણ…
શું રાખશો ધ્યાન?
- જો નંબર કોઈ એવી સાઈટ પરથી લેવામાં આવ્યા છે કે જેના યુઆરએલમાં ફોન નંબર કે વિચિત્ર લાગતા શબ્દ જેમ કે કોલ નાઉ, ઈમર્જન્સી સપોર્ટ જેવા શબ્દો હોય તો એવા નંબર પર ભૂલથી પણ કોલ ના કરશો
- આવી વેબસાઈટ પરથી લેવામાં આવેલા નંબર પર કોલ ના કરશો, જેના યુઆરએલમાં %, સ્પેસ (+ કોડ્સ) જોવા મળે
- જો વેબસાઈટ પર કંઈ પણ ટાઈમ કર્યા સર્ચ રિઝલ્ટ જોવા મળે છે અને એમાં કોલ માટે નંબર્સ આપવામાં આવ્યા છે તો કોલ ના કરો
- જો તમને એકાઉન્ટ સસ્પેન્ડેડ કે તરત જ કોલ કરો એવા મેસેજ પોપઅપ થાય છે તો એવા મેસેજ પર કોલ ના કરશો
- જો બ્રાઉઝર કોઈ વેબસાઈટને સ્કેમ જણાવવામાં આવે છે તો એના પરથી લેવામાં આવેલા નંબર પર પણ કોલ ના કરવો જોઈએ
કંપનીઓ પણ આપી રહી છે ચેતવણી
મુંબઈની એક જાણીતી કંપનીએ પણ આ પ્રકારના સ્કેમ અંગે ચેતવણી આપવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર સ્કેમર્સ હવે સર્ચ એન્જિન ટૂલ્સનો ખોટો ઉપયોગ કરે છે. તેઓ એવી ટેક્નિકનો ઉપયોગ કરી રહ્યા છે જેનાથી તેમની બનાવટી લિંક્સ ગૂગલ જેવા સર્ચ એન્જિનમાં પણ ટોપ પર દેખાય છે. પહેલાં સ્કેમર્સ બનાવટી વેબસાઈટ બનાવતા હતા હવે તેઓ સાચી વેબસાઈટમાં જઈને બનાવટી નંબર્સ નાખી રહ્યા છે, જેનાથી સ્કેમ થવાની શક્યતા વધી જાય છે.