Guru Purnimaના દિવસથી જ શરુ થશે આ ત્રણ રાશિના જાતકોનો Golden Period

બે દિવસ બાદ એટલે કે 21મી જુલાઈના દિવસે ગુરુ પૂર્ણિમા (Guru Purnima Festival)નો તહેવાર છે. અષાઢ મહિનાની પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે, પરંતુ દર વર્ષની ગુરુ પૂર્ણિમા કરતાં આ વર્ષની ગુરુ પૂર્ણિમા ખૂબ જ ખાસ છે, કારણ કે આ વર્ષે દુર્લભ સંયોગને કારણે શુભ યોગ બની રહ્યો છે. આ શુભ યોગ ત્રણ રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી સાબિતી થઈ રહ્યો છે. આવો જોઈએ કયો છે આ શુભ યોગ અને કઈ રાશિના જાતકોને આને કારણે લાભ થઈ રહ્યો છે-
મહાભારતના રચિયાતા મહર્ષિ વેદ વ્યાસનો જન્મ અષાઢ મહિનાની પૂનમે થયો હતો અને ત્યારથી જ આ દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે ગુરુ પૂર્ણિમા 21મી જુલાઈના રવિવારે ઊજવાશે. આ દિવસે ગ્રહો અને નક્ષત્રોનો વિશેષ યોગ બની રહ્યો છે. જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, પ્રીતિ યોગ અને વિષ્કુંભ યોગ બની રહ્યો છે. આટલું ઓછું હોય તેમ આ દિવસે આખો દિવસ ઉત્તારાષાઢા નક્ષત્ર રહેશે. આ સિવાય કર્ક રાશિમાં શુક્ર અને સૂર્યની યુતિથી શુક્રાદિત્ય યોગ બની રહ્યો છે. જ્યારે વૃષભ રાશિમાં મંગળ અને ગુરુની યુતિ થઈ રહી છે. ટૂંકમાં કહીએ તો આ તમામ પરિસ્થિતિ ખૂબ જ સારો સમય લઈને આવી રહી છે. ચાલો, જાણીએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-

વૃષભ રાશિના જાતકો માટે બે દિવસ આવી રહેલી ગુરુ પૂર્ણિમા ખૂબ જ ખાસ સાબિત થવા જઈ રહી છે. માતા-પિતા સાથેના સંબંધો મજબૂત બની રહ્યા છે. નોકરી કરી રહેલાં લોકોને સારી નવી નોકરીની ઓફર મળી રહી છે. કામના સ્થળે પદ્દોન્નતિ અને પગાર વધારો થવાના યોગ છે. વાહન કે પ્રોપર્ટી ખરીદવાના યોગ બની રહ્યા છે. ધનલાભ થઈ રહ્યો છે.

સિંહ રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ સારો રહેવાનો છે. આ સમયગાળા દરમિયાન આ રાશિના જાતકોને તમામ કામમાં સફળતા મળી રહી છે. નોકરીમાં તમારો દબદબો વધી રહ્યો છે. વેપારમાં પ્રગતિ થઈ રહી છે. બુદ્ધિમત્તાથી ઘણું બધું હાંસિલ કરી શકશો. તમારા કામની પ્રશંસા થઈ રહી છે. રોકાણથી લાભ થઈ રહ્યો છે.

કુંભ રાશિના જાતકોને પણ રોકાણથી ખૂબ જ લાભ થઈ રહ્યો છે. નોકરી માટે કોઈ જગ્યાએથી ફોન આવી શકે છે. કામના સ્થળે તમારા ઉપરી અધિકારી તમારા કામથી ખુશ રહેશે. લાંબા સમયથી જો કોઈ તાણનો સામનો કરી રહ્યા હતા તો તેમાંથી પણ રાહત મળી રહી છે. પૈસા કમાવવાના નવા નવા રસ્તાઓ ખુલી રહ્યા છે.