ઘરમાં કેટલું સોનું રાખી શકાય? ભારત સરકારનો આ નિર્ણય જાણી લેશો તો ફાયદામાં રહેશો…

ભારતીય અને એમાં પણ ખાસ કરીને મહિલાઓમાં સોનાને લઈને એક અલગ જ લગાવ જોવા મળે છે. આપણે ત્યાં શુભ પ્રસંગે, લગ્ન પ્રસંગે સોનુ ખરીદવાની પરંપરા છે. મહિલાઓને સોનાના દાગિનાની ચમક સાથે એક અલગ જ પ્રેમ છે અને સોનુ એ માત્ર ઘરેણું નથી પણ રોકાણનું એક શ્રેષ્ઠ માધ્યમ છે.
રોકાણકારો તો સોનાને એક એસેટ્સ તરીકે જુએ છે. હાલમાં જે રીતે સોનાના ભાવ વધી રહ્યા છે એ જોતાં તો સોનું ખરેખર એક બેસ્ટ ઈન્વેસ્ટમેન્ટ છે. પરંતુ શું તમને ખબર છે કે ઘરમાં તમે કેટલું સોનું રાખી શકાય છે? ચાલો તમને આજે આ વિશે જણાવીએ-
આપણામાંથી અનેક લોકો તો સુરક્ષાની દ્રષ્ટિએ સોનુ બેંક લોકરમાં જ રાખે છે. જોકે, તેમ છતાં રોજબરોજમાં પહેરવાની કે નાની મોટી જ્વેલરી આપણે ઘરે રાખતા હોઈએ છીએ, પણ શું તમને ખબર છે કે ઘરમાં સોનું રાખવાની પણ એક મર્યાદા ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે. જો તમે આ નક્કી કરવામાં આવેલી મર્યાદા કરતાં વધારે સોનુ ઘરમાં રાખો છો તો તમારા માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.
જો તમારી પાસે ઈનકમ, ટેક્સ અને ગોલ્ડ સાથે સંકળાયેલા તમામ દસ્તાવેજો હોય તો તમારા માટે ઘરમાં સોનું રાખવાની કોઈ મર્યાદા નથી નક્કી કરવામાં આવી. પરંતુ જો આવક અને ટેક્સ સાથે સંકળાયેલા ડોક્યુમેન્ટ્સ નથી તો તમે એક નિર્ધારિત લિમિટનું ગોલ્ડ જ રાખી શકો છો.
ઈન્કમ ટેક્સ એક્ટ હેઠળ એક પરીણિત મહિલા ઘરમાં પોતાની પાસે 500 ગ્રામ જેટસું સોનું રાખી શકે છે, જ્યારે કુંવારી યુવતીઓ કે મહિલાઓ માટે આ મર્યાદા 250 ગ્રામ સુધી જ મર્યાદિત રાખવામાં આવી છે. એનાથી વધારે સોનુ ઘરમાં રાખી શકાય નહીં.
પુરુષોની વાત કરીએ તો પુરુષોને 100 ગ્રામ જેટલું સોનુ રાખવાની પરવાનગી આપવામાં આવી છે. અહીંયા તમારી જાણ માટે કે સરકાર દ્વારા ઘરમાં સોનુ રાખવાની મર્યાદા પ્રતિ વ્યક્તિ નક્કી કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે જો ઘરમાં બે પરીણિત મહિલા છે તો બંનેનું મળાવીને ઘરમાં એક કિલો સુધીનું સોનું રાખવાની પરવાનગી આપવામાં આવી છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
આ પણ વાંચો…ડિજિટલ ગોલ્ડ Vs ફિઝિકલ ગોલ્ડ: કયું સોનું ખરીદવું વધુ ફાયદાકારક? જાણો, બંનેના ફાયદા-ગેરફાયદા