કયા દેશની મહિલાઓ પાસે છે સૌથી વધુ સોનુ? ભારતીય મહિલાઓનો નંબર કયો?

દરેક મહિલાને આભૂષણ ખૂબ જ પસંદ હોય છે અને એમાં પણ ખાસ કરીને ભારતીય મહિલાઓને સોનાના ઘરેણાં ખૂબ જ પસંદ હોય છે. અહીં લગ્ન હોય કે કોઈ પણ પ્રસંગ હોય મહિલાઓ સોના-ચાંદી કે ડાયમંડના ઘરેણાં પહેરવાનું પસંદ કરે છે. ગરીબમાં ગરીબ પરિવારની મહિલા પાસે પણ થોડું તો થોડું સોનું ચોક્કસ હોય જ છે. ધાર્મિક તહેવાર પર પણ સોનું પહેરવાનું શુભ માનવામાં આવ્યું છે. પરંતુ શું તમને ખબર છે કે ભારતીય મહિલા પાસે કેટલું સોનું છે? દુનિયામાં કયા દેશની મહિલાઓ પાસે વધારે સોનું છે? ભારતીયો મહિલાઓનો આ યાદીમાં કયો નંબર આવે છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ…
વાત કરીએ ભારત પાસે રહેલાં સોનાની તો અન્ય દેશોની સરખામણીએ અહીં સોનું મોટા પ્રમાણમાં પહેરવામાં આવે છે. મહિલાઓથી લઈને પુરુષોમાં પણ સોનું પહેરવાનો ક્રેઝ વધી રહ્યો છે. મહિલાઓ તો અહીં મોટા પ્રમાણમાં સોનું પહેરે જ છે, પરંતુ પુરુષો પણ સોનું પહેરવાનું પસંદ કરે છે. ભારતના અનેક રાજ્યમાં ધાર્મિક કાર્યક્રમોમાં પણ સોનું પહેરવાનું આગવું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલા એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય મહિલાઓ પાસે આશરે 24,000 ટન સોનું છે અને આ સોનાને દુનિયાનું સૌથી મોટું ખજાનો માની શકાય છે. આ રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે ભારતીય મહિલાઓ દુનિયાના કુલ સોનાના ભંડારા 11 ટકા સોનું તો ઘરેણાં બનાવીને પહેરે છે, જે દુનિયાના ટોપ ફાઈવ દેશના કુલ સોનાના ભંડારથી વધારે છે.
આ પણ વાંચો : ઓસ્કાર એવૉર્ડથી પુરસ્કૃત પ્રથમ ભારતીય મહિલા: ભાનુ અથૈયા
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતના દક્ષિણી રાજ્યોમાં સોનાનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં જ દેશના કુલ સોનાનું 40 ટકા સોનુ છે. જ્યારે તમિળનાડુમાં 28 ટકા સોનું છે. સરળ શબ્દોમાં સજમાવવાનું થાય તો ભારતા આ ભાગમાં મહિલાઓ પાસે સૌથી વધુ પ્રમાણમાં સોનું છે.
વાત કરીએ દુનિયાના અન્ય દેશો વિશે તો અમેરિકા પાસે 8000 ટન સોનું છે જ્યારે જર્મની પાસે 3,300 ટન સોનુ છે. ઈટલી પાસે 2450 ટન, ફ્રાન્સ પાસે 2400 ટન અને રશિયા પાસે 1900 ટન સોનુ છે. 2023-24માં ભારતે બ્રિટનમાં રહેલા પોતાનું 100 ટન પાછું મંગાવી લીધું હતું. 1991 બાદ અત્યાર સુધી આ થયેલું સૌથી મોટું ટ્રાન્સફર હતું