સર હું કાલથી ઓફિસ નહીં આવું, નોકરી છોડવા યુવતીએ આપ્યું એવું કારણ વીડિયો થયો વાઈરલ…

આજકાલ સોશિયલ મીડિયા પર ફેમ મેળવવા, વાઈરલ થવા માટે જાત જાતના ગતકડાં અજમાવે છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક યુવતીએ ઈમેલ ટાઈપ કરતી જોવા મળી રહી છે, જેમાં તે નોકરી છોડવાની વાત કરી રહી છે. આ મેલ યુવતીએ પોતાના બોસને લખ્યો હતો. પરંતુ સૌથી વધુ ચર્ચા તો સોશિયલ મીડિયા પર યુવતીએ નોકરી છોડવા માટે જે કારણ આપ્યું છે એની થઈ રહી છે. આવો જોઈએ શું ચે આ કારણે-
ઈન્સ્ટાગ્રામ યુઝર આયુષી સિંહ એક કન્ટેન્ટ ક્રિયેટર છે અને હાલમાં જ તેણે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે એક મેલ લખી રહી છે. આ ઈમેલ યુવતી પોતાના બોસને સંબોધીને લખ્યો છે જેમાં તેણે નોકરી છોડવાની વાત કરી છે. વીડિયો એક મનોરંજનના હેતુથી બનાવવામાં આવ્યો છે એવું લાગે છે કારણ કે આ ઈમેલ હિંગ્લિશમાં લખવામાં આવ્યો છે અને એ ઈમેલ કોઈને મોકલવામાં આવ્યો નથી.
આ પણ વાંચો: 35 લાખ રૂપિયાની આ ઓટોરિક્ષા બેગ જોઈ કે? સોશિયલ મીડિયા પર થઈ રહી છે વાઈરલ…
ઈમેલમાં આયુષી લખ્યું છે કે ડિયર સર, હું કાલથી ઓફિસ નહીં આવું. મારા ખેતરની જમીન પરથી હાઈવે પસાર થશે. આ મેલમાં આયુષી કહેવા માંગે છે કે જ્યારે પણ કોઈ ખેતરમાંથી હાઈવે પસાર થાય છે કે અન્ય કોઈ સરકારી કામ માટે જમીન અધિગ્રહણ થાય છે તો બદલામાં સરકાર મોટી રકમ આપે છે. આ રીતે લોકોને સારી એવી આવક થાય છે, જેનો ઉલ્લેખ આયુષીએ પોતાના ઈમેલમાં કર્યો છે.
અત્યાર સુધીમાં આ વાઈરલ વીડિયોને 71 લાખથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે, જ્યારે અનેક લોકોએ કમેન્ટ કરીને આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે સરના પગ નીચેથી જમીન ખસી ગઈ હશે. બીજા એક યુઝરે લખ્યું હતું કે એમ્પ્લોઈ રોક, બોસ શોક… ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે આ તો સપનું પૂરું થવાની વાત છે. ચોથા એક યુઝરે લખ્યું છે કે ઘરની દીકરીને તેનો હિસ્સો મળી ગયો છે.
તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો. આ વીડિયો જોતાં એવું લાગી રહ્યું છે કે આ વીડિયો માત્ર મનોરંજનના કારણે જ બનાવવામાં આવ્યો છે, કારણ કે આ વીડિયો માત્ર ટાઈપ થતો દેખાઈ રહ્યો છે અને તે કોઈને મોકલવામાં આવ્યો નથી.