
તમે બાળપણમાં પણ ઘણી વાર ભૂતની વાતો સાંભળી હશે અરે આજકાલ ફિલ્મો પણ કેટલી બને છે ભૂત પ્રેત પર લોકો ડરે છે તે પણ આવી ફિલ્મો જોતા હોય છે કારણકે તેમના મનમાં ઉત્સુકતા હોય છે કે ખરેખર ભૂત કેવું લાગતું હોય છે. પરંતુ જ્યાં સુધી તમે જાતે આવો કોઈ અનુભવ નહીં કરો ત્યાં સુધી આ બાબતો પર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ છે. પણ શું ક્યારેય કોઈ શક્તિએ તમારી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હોય એવો કોઇ અનુભવ તમને ક્યારેય થયો છે? તમને પ્રશ્ર્ન થતો હશે કે આત્મા માણસ સાથે કેમ વાતચીત કરે? શું ભૂત સાથે સંપર્ક વ્યક્તિના જીવન પર કોઈ અસર કરે શકે છે? તો ચાલો તમને આજે એક નવા જ વિષય ભૂત પર જણાવું.
પેરાનોર્મલના એક અધિકારીએ જણાવ્યું હતું કે દરેક એનર્જી નેગેટિવ હોય તે જરૂરી નથી. ક્યારેક આવી ઊર્જા આપણી પાસે આવે છે અને આપણને બચાવવાનો પણ પ્રયત્ન કરે છે. ઘણીવાર એવું બને છે કે તમે ક્યાંય ફસાઇ ગયા હોય અને તમને એમાંથી બહાર નીકળવાનો રસ્તો ના મળતો હોય અને અચાનક જ તમારી સાથે વિચિત્ર ઘટનાઓ બનવા લાગે છે. અને એજ ઘટનાઓના કારણે તમે બચી પણ જતા હોય છે.
ત્યારે પેરાનોર્મલ અધિકારીએ એવા કેટલાક સંકેતો છે વિશે જણાવ્યું હતું જેનાથી આપણે સાવધાન રહી શકીએ છીએ. જ્યારે પણ તમને એવું લાગે કે કોઈ તમારી સાથે છે. કે જે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં જ્યાં પણ આવી ઉર્જા હોય ત્યાંનું તાપમાન પણ અન્ય સ્થળોની સરખામણીમાં ઘણું ઓછું હોય છે. આ શક્તિઓનો હેતુ કોઈપણ વ્યક્તિનો સંપર્ક કરવાનો હોય છે. ખાસ બાબત એ ધ્યાનમાં રાખવી કે કોઈપણ ઉર્જા કોઈપણ હેતુ કે વિશેષ કારણ વગર કોઈનો સંપર્ક કરતી નથી.
પેરાનોર્મલ એક્સપર્ટ્સે એમ પણ જણાવ્યું હતું કે ક્યારેક કેટલીક એનર્જી નેગેટિવ પણ બની જાય છે. જે વ્યક્તિને નુકસાન પહોંચાડવા માંગે છે. આ શક્તિઓના સંપર્કમાં આવતા પહેલા, તમારા મનમાં કોઇ પણ કારણ વગર અચાનક ભય પ્રસરી જાય છે. કે પચી ઘણી વખત તે વ્યક્તિ ખૂબ જ આક્રમક બની જાય છે અને તેના લોકોથી અલગ થઈ જાય છે. તે સમયે પહેલાતો તબીબની સલાહ લેવી અને સાથે સાથે કોઈ પેરાનોર્મલ સભ્યનું કાઉન્સેલિંગ પણ કરવું જોઇએ.