સ્પેશિયલ ફિચર્સ

સોશિયલ મીડિયા પર Ghibli થીમ્ડ ફોટાનો ક્રેઝ વધ્યો, એઆઇના સીઇઓએ લોકોને કરી આ અપીલ

નવી દિલ્હી : ઓપન એઆઈ ના ચેટજીપીટીએ એક નવું ટૂલ લોન્ચ કર્યું છે. જેમા યુઝર્સ તેમનો સામાન્ય ફોટો થોડીક સેકન્ડોમાં સ્ટુડિયો ગીબલીની(Ghibli) મદદથી પરિવર્તિત કરી શકે છે. પરંતુ જેમ જેમ ગીબલી થીમ્ડ ફોટા ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે તેમ તેમ ઓપન એઆઈ ટીમ પર દબાણ વધી રહ્યું છે. જેના પગલે કંપનીના સીઈઓ સેમ ઓલ્ટમેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અપીલ કરી છે. જેમા તેમણે લખ્યું છે કે, કૃપા કરીને થોડી રાહ જુઓ, અમારી ટીમના સભ્યોને પણ ઉંધની જરૂર છે. અમારી ટીમને પણ થોડો આરામ કરવા દો.

ચેટજીપીટી સર્વર ઠપ્પ થઇ ગયું હતું
છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ગીબલી થીમ્ડ ફોટો અને વિડીયોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. યુઝર્સ ઓપન એઆઈના ચેટજીપીટીની મદદથી ગીબલી થીમ્ડ ફોટો જનરેટ કરીને શેર કરી રહ્યા છે. યુઝર્સને વધુ પડતા ધસારાને કારણે રવિવારે ચેટજીપીટી ઠપ્પ થઇ ગયું હતું.અહેવાલ મુજબ ગીબલી થીમ્ડ ફોટો જનરેટ કરવા માટે ચેટજીપીટીનો વધુ ઉપયોગ કરી રહેલા યુઝર્સને તકલીફ પડી હતી.

આઉટેજને ટ્રેક કરતી વેબ્સાઈટ ડાઉનડિટેક્ટરના જાણાવ્યા મુજબ યુઝર્સ દ્વારા ઓપન એઆઈ વિષે 229 ફરિયાદો નોંધાઈ હતી. લગભગ 59 ટકા યુઝર્સને ચેટજીપીટી સંબંધિત ફરિયાદો નોંધાવી હતી.

આ પણ વાંચો:  ‘…તો ઈરાન પર બોમ્બમારો કરીશું’ ડોનાલ્ડ ટ્રમ્પે આપી આવી ધમકી…

ગીબલી સ્ટુડિયો શું છે?
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1985માં સ્થપાયેલ સ્ટુડિયો ગીબલીએ હેન્ડ ડ્રોન એનિમેશન અને ભાવનાત્મક વાર્તાઓથી વિશ્વભરના લાખો દિલ જીતી લીધા છે. માય નેબર ટોટોરો, સ્પિરિટેડ અવે અને પ્રિન્સેસ મોનોનોક જેવી ફિલ્મો દર્શકોને સ્વપ્નની દુનિયામાં લઈ જાય છે. ગીબલીની વિશેષતા એ છે કે જે તેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇમેજ ટ્રેન્ડ માં આટલું લોકપ્રિય બનાવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button