સ્પેશિયલ ફિચર્સ

જોઈનિંગના ત્રણ કલાક બાદ જ નોકરી છોડી દીધી Gen-Zએ, કારણ આપ્યું એવું કે…

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર જાત જાતની ઘટનાઓ, વીડિયો અને પોસ્ટ વાઈરલ થતાં હોય છે. હાલમાં આવી જ એક પોસ્ટ વાઈરલ થઈ રહી છે, જેમાં એક Zen- Z કર્મચારીએ પોતાની પહેલી વર્ક ફ્રોમ હોમ જોબ જોઈન કર્યાના ત્રણ જ કલાકમાં નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ રેડિટ પર આ વિચિત્ર રાજીનામાની ચર્ચા જોવા મળી રહી છે. ચાલો જાણીએ આખી સ્ટોરી શું છે-

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી પોસ્ટ અનુસાર એક યુવાનને 12,000ના પગાર વાળી 9 કલાકની વર્ક ફ્રોમ હોમની જોબ ઓફર થઈ. યુવાનને પહેલાં તો લાગ્યું કે તે કરી લેશે, પરંતુ જોઈનિંગના ત્રણ જ કલાકમાં યુવાનને બ્રહ્મજ્ઞાન થયું અને તેણે નોકરી છોડી દીધી.

આપણ વાચો: નસીબનો બળવાન IAS અધિકારી: રાજીનામું આપ્યાના કલાકોમાં મળ્યું આ પદ

નોકરી છોડનાર યુવકે જણાવ્યું હતું કે આ હળવી લાગતી નોકરી તેનો એટલો સમય ખાઈ જવાની હતી કે તેનો ગ્રોથ અટકી જાત અને આ જ કારણે તેણે આ નોકરીમાં સમય વેડફવાને બદલે તેને ટાટા બાય બાય કરી દેવાનું ઉચિત માન્યું. ટૂંકમાં આ નોકરી એ કર્મચારી માટે સ્લો પોઈઝન સમાન હતી, જેણે તેણે ત્રણ કલાકમાં જ ઓળખી લીધી હતી.

જોકે, જેન્ઝીની આ વાત સોશિયલ મીડિયા યુઝર્સને હજમ ના થઈ અને તેમણે તેની પોસ્ટ પર મજેદાર કમેન્ટ્સ કરી હતી. અનેક યુઝરે તો આ પોસ્ટ પર કમેન્ટ કરતાં જણાવ્યું હતું કે આ તો પીક લેવલ છે તો કેટલાક યુઝર્સનું એવું કહેવું હતું કે જો કામમાં મજા કે સ્કિલ અપગ્રેડના ચાન્સીસ ના હોય તે તેને લાંબું ખેંચવાનું કોઈ કારણ જ નથી.

સોશિયલ મીડિયા પર આ ત્રણ કલાકના રાજીનામાએ એક લાંબો વિવાદ છેડી દીધો છે. સવાલ તો એ છે કે શરૂઆતમાં પ્રેક્ટિકલ થઈને ટકી રહેવું જરૂરી છે કે પછી મનની શાંતિ અને વિકાસની દુહાઈ આપીને આ રીતે નોકરી છોડી દેવી યોગ્ય છે. તમે પણ આ વાઈરલ પોસ્ટ ના જોઈ હોય તો અત્યારે જ જોઈ લો અને તમારું આ મામલે શું માનવું છે એ અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખીને જણાવો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button