ખોટું બોલનારાને નરકમાં પણ મળે છે આવી ભયંકર સજા, ગરુડ પુરાણમાં છે ઉલ્લેખ

હિન્દુ ધર્મમાં 18 પુરાણો પૈકી એક ગરુડ પુરાણનું વિશેષ મહત્ત્વ છે. ગરુડ પુરાણમાં જીવન જીવવાની સાચી રીત અંગે બતાવવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં લખેલી વાતોને અનુસરીને લોકો જીવનને સરળ બનાવી શકે છે અને તમામ સંકટ દૂર કરી શકે છે. તમે તમારા જીવનમાં સારા-ખરાબ જે પણ કર્મ કરી રહ્યા છો તેનો હિસાબ રાખવામાં આવે છે અને મર્યા પછી તેનું ફળ જરૂર મળે છે. આ વાત ગરુડ પુરાણમાં જણાવવામાં આવી છે. ગરુડ પુરાણ હિન્દુ ધર્મ ગ્રંથના 18 મહાપુરાણોમાંનું એક છે, જેમાં જન્મથી લઈને મૃત્યુ, સ્વર્ગ, નરક, યમલોક, પુનર્જન્મ, અધોગતિ વગેરે વિશે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે.
ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ પછી ખરાબ કર્મ કરનારાઓની આત્મા સીધો નરકમાં પહોંચે છે અને અહીં તેમને એવી સજા આપવામાં આવે છે. ગરુડ પુરાણમાં મુખ્યત્વે 16 નરક વિશે જણાવવામાં આવ્યું છે. આ 16 નરકમાં પાપ અનુસાર સજા પણ મળે છે.
ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે યમદૂત તેની આત્માને યમરાજના દરબારમાં લઈ જાય છે અને ચિત્રગુપ્ત તેના કર્મોનો હિસાબ રજૂ કરે છે. ત્યારબાદ કર્મો અનુસાર તેની સજા નક્કી કરવામાં આવે છે. તેથી જીવનકાળમાં સારા કર્મ કરવાની સાથે હંમેશાં સાચું બોલવું જોઈએ અને ક્યારેય કોઈનું અહિત ન કરવું જોઈએ.
ખોટું બોલનારાઓને મળે છે આવી સજા
ખોટું બોલનારાઓ માટે નરકમાં અલગથી સજાની જોગવાઈ છે. ખોટું બોલીને તમે ઘણીવાર બચી ગયા હશો, પરંતુ એવું બિલકુલ ન વિચારો કે તમે હંમેશાં માટે બચી ગયા છો પરંતુ યમરાજના દરબારમાં તેનો પૂરો હિસાબ લેવામાં આવશે.
નરકમાં જાય છે ખોટું બોલનારા
યમરાજના દરબારમાં ખોટું બોલનારાઓને પણ છોડવામાં આવતા નથી અને સજા કરવામાં આવે છે. જે લોકો ખોટું બોલે છે તેમને તપ્તકુંભ નરકમાં મોકલવામાં આવે છે. કહેવાય છે કે આ નરકમાં ચારે બાજુ આગ બળતી હોય છે અને ગરમ ઘડા હોય છે, જેમાં ગરમ તેલ અને લોખંડનો ભૂકો હોય છે.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માન્યતા અને જાણકારી પર આધારિત છે. મુંબઈ સમાચાર કોઈપણ માહિતીનું સમર્થન કરતું નથી. કોઈપણ માહિતીનો અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.