તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

આહારથી આરોગ્ય સુધી : અસહ્ય ગેસ્ટ્રિક અલ્સર

-ડૉ. હર્ષા છાડવા
એક વિશેષ અસામાન્ય સ્થિતિ જે શરીરના એક ભાગની સંરચરનાના કાર્યને નકારાત્મક રૂપથી પ્રભાવિત કરે છે જેને બીમારી, રુગણતા, વ્યાધિ, વિકાર કે રોગ કહે છે. શરીર લયબદ્ધ રીતે કામ કરતું નથી. જેથી દૈનિક જીવન પ્રભાવિત થાય છે. તેમ જ માનસિક સ્વાસ્થય અને આર્થિક સ્વાસ્થય પણ પ્રભાવિત થાય છે. આ પરિસ્થિતિથી બચવા માટે કે સ્વાસ્થય સુદૃઢ રાખવા પ્રાકૃતિક આહારની સંપદા જ કામ કરે છે. પ્રાકૃતિક સંપદા અપનાવવાથી શારીરિક, માનસિક અને આર્થિક પણ લયબદ્ધ રીતે ચલાવી શકાય છે. લગભગ નેવું ટકા રોગો અપ્રાકૃતિક જીવનશૈલી અને રસાયણયુક્ત ખાદ્ય પદાર્થોને કારણે થાય છે. કહેવાય છે કે “પેટ સફા તો હર દર્દ સફા.

અપ્રાકૃતિકતાને કારણે પેટની ઘણીયે વ્યાધિઓ થાય છે.પેપ્ટિક અલ્સર કે ગેસ્ટ્રિક આ અસહનીય વ્યાધિ છે. પેટ અને આંતરડાની શરૂઆતમ કુઓડેનલ અલસ્ર પણ થાય છે. મસાલેદાર ભોજન, ચહા, કોફી અન્ય કેફેનયુક્ત પદાર્થો, આલ્કોહોલનું સેવન, ધૂમ્રપાન, ચાઇનીઝ ભોજન, ચોકલેટ, અલગ અલગ ફલેવરની પીપર કે કેન્ડી, એસેન્સવાળા મુખવાસ અતિદાહક ભોજન, ગરમ પાણી તેમ જ લાંબા સમય સુધી એન્ટિ ઇન્ફલમેટરી દવાઓનું સેવન, આ વ્યાધિના કારણો છે.

આ વ્યાધિના લક્ષણો ઊલટી થવી, પેટમાં અસહનીય બળતરા, ચક્કર આવવા, બેભાન થવું પેટ, પરસોજી, જીવ ગભરાવવું, મળમાં ઘેરા રંગનું લોહી આવવું, મળકાળો પડવો, પેટની દિવાલ પર છેદ થવા, આતંરડાની દિવાલ પર છેદ પડવા, પેટ ફેલેલું રહેવું. વજન ઘટવું, જો રોગ વધુ ગંભીર હોય તો ઊલટીમાં લોહી આવવું. ભયંકર એસિડિટી થવી. આ વ્યાધિ લાંબા સમય સુધી ચાલે તો કેન્સર થવાની સંભાવના વધી જાય છે.

આ અલ્સરની વ્યાધિમાં બાહ્ય શરીર પર કોઇ લક્ષણ દેખાતા નથી. વ્યક્તિ વધુ એનિમિક જણાય થાક વધુ લાગે, શ્ર્વાસ ફૂલવા માંડે, પેટ ઉપર સોજા જણાય છે. આ વ્યાધિના નિદાન માટે અપર-એન્ડોસ્કોપી કરવામાં આવે છે. જે કેમરા દ્વારા જોઇ શકાય છે કે પેટની દિવાલ પર ઘાવ કે ચીરા, આંતરડા પર ઘાવ કે ચીરા છે કે નહીં ઘણીવાર સડો પણ થઇ જાય છે, તેનું નિદાન એન્ડોસ્કોપી થાય છે.

અન્ય રીતે અલ્સર બે મહત્ત્વપૂર્ણ કારણમાં હેબિકો બૈકટર પાઇલોરી સંક્રમણ અને એન.એસ.એ.આઇ.ડી.એસ. નામક દવાનો સમૂહ (એસ્પરીન ઇબુપ્રોફેન, નેપ્રોકસન, કેટોરોબૈક, ઓકસોપ્રોજીન) આ નોન-સ્ટેરોઇલ દવાઓ છે જેની સાઇડ ઇફેકટ કે વધુ
લાંબા સમયનાં વપરાશને કારણે આ અલ્સર થાય છે.

આ અલ્સરની વ્યાધિ માટેના ઉપચાર થોડો લાંબો સમય સુધી ચાલે છે. જલદી સારો કરવા માટે સતત પ્રયત્ન કરવો પડે છે. મસાલેદાર ભોજનનો ત્યાગ, બધી જાતના કેફેન ખાદ્ય પદાર્થ સંદતર બંધ એસિડિટી થાય તેવો એક પણ ખોરાક ન લેવો. પેટ ઉપર બરફના પાણીનો નેપકીન વધુમાં વધુ રાખવો. આના કારણે પેટ કે આંતરડાની બળતરા બંધ થઇ જશે. સોજા ઓછી કે નાબૂદ થવા લાગશે. ગેસના ઓડકાર બંધ થઇ જશે, માટે ઠંડા નેપકીન ઉપયોગ કરનાર રામબાણ સાબિત થાશે. વધુ પડતી કસરતો કે વ્યાયામ ન કરવો. પાચનતંત્ર મજબૂત બનવું જરૂરી છે. જેથી ગેસ્ટ્રીકની વ્યાધિ ન થાય ઊલટીની સમસ્યા ન થાય.

આહાર સાત્વિક રાખવો જરૂરી છે. ભીંડાનો રસ આ વ્યાધિ પર ચોક્કસ કામ કરે છે. તેમ જ ઘાવ પર મલમ જેવું કામ કરે છે. સફરજનનો પાણી જેવો જયુસ (વોટરીજયુસ) લેવો. સફરજનમાં પેકટીન નામનું દ્રવ્ય ઘાને સાજો કરે છે. વિટામિન કે ના કારણે પણ ઘામાં રુજ આવે છે. કેળામાં અમપ્લેન્ડ નામનું તત્ત્વ ઘાને રુઝાવે છે. કાચા કેળાના લોટનું ખીચુ પણ ખાઇ શકાય (તેમાં સોડા કે પાપડ ખાર ન નાખવો) કેળા લોટના ખીચામાં કોથમીર, જીરૂ નાખી શકાય. કેળાનું રાયતું ખાઇ શકાય, ચોખાનો લોટની રોટલી ખીચુ, રાંધેલા ભાતમાં ચોખાનો લોટ નાખીને ભાખરી બનાવવી. કિસમિસ (કાળી કે લાલ બન્ને ચાલે)નો સુપ, ચટણી કે ભીંજવીને લઇ શકાય. મગદાળની પતળી ખીચડીમાં હિંગ નાખીને લેવી. કોળાનો રસ, એલોવીરાનો રસ, ફૂદીનો બોકચોપ, લેટજીસ, કોકમ, અંજીર,ડીવી વગેરે લઇ શકાય. શાકભાજી બધી વાપરી શકાય પણ તીખા મસાલા ન નાખવા. છાસ વધુ પીવી છાસ માખણવાળી હોય તો વધુ ફાયદાકારક છે. દૂધ કે છાસ થેલીમાં મળતાં હોય તે ન વાપરવા.

આ વ્યાધિમાં સાત્વીક આહાર જ મહત્ત્વનો છે. સાકરવાળી મીઠાઇઓ અને રિફાઇન્ડ તેલ સંદતર બંધ થવો જોઇએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button