વિદેશી નાગરિકે Indian Railwayમાં કર્યો પ્રવાસ, કહ્યું આની સામે યુરોપ અને જાપાન… વીડિયો થયો વાઈરલ

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને દરરોજ સોશિયલ મીડિયા પર જાત જાતના વીડિયો વાઈરલ થતાં હોય છે. આજે અમે અહીં તમને એક આવા જ એક વાઈરલ વીડિયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેમાં એક વિદેશી નાગરિક ભારતીય રેલવે (Indian Railway)માં મુસાફરી કરી રહ્યો છે અને આ સમયે તેના ચહેરા પર આ સમયે ખુશી અને સ્માઈલ જોવા મળે છે.
એટલું જ નહીં પણ આ સમયે તેણે એવી વાત પણ કહી હતી કે જે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. ચાલો જોઈએ શું કહ્યું વિદેશી નાગરિકે ભારતીય રેલવે માટે-
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં Hugh Abroad નામનો એક વિદેશી નાગરિક ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યો છે. આ સમયે તેની પાસે ટીટીઈ ટિકિટ ચેકર આવીને ટિકિટ પૂછે છે અને તેણે કહ્યું કે ટ્રેનને રવાના થઈને હજી પાંચ મિનિટ પણ નથી થઈ અને ટીસી ટિકિટ ચેક કરવા આવી ગયા. આ સમયે આ પ્રવાસીના અવાજમાં આશ્ચર્યની સાથે સાથે ભારતીય રેલવે માટેનો આદર જોવા મળે છે.
આપણ વાંચો: આ વર્ષે ગણેશોત્સવ નિમિત્તે ભારતીય રેલવેએ કેટલી દોડાવી સ્પેશિયલ ટ્રેન?
વીડિયોમાં આ પ્રવાસીએ આગળ એવું પણ જણાવે છે કે અહીંની રીત અને સુવિધાઓ મને ખૂબ જ સારી લાગી. આ પહેલી ટ્રેન છે કે જેમાં તમને તમારી પર્સનલ ટ્રેન મળે છે અને બેસવા માટે આટલી મોટી સીટ મળે છે. વીડિયોમાં તે ટ્રેનના ઈન્ટિરિયર, સાફ-સફાઈ અને વ્યવસ્થાના પણ વખાણ કરતો જોવા મળે છે.
Hugh Abroad નામના આ પ્રવાસી ભારતીય રેલવેની ટ્રેન જોઈને એટલો અભિભૂત થઈ ગયો હતો કે તેણે આગળ પોતાના વીડિયોમાં એવું પણ જણાવ્યું હતું કે યુરોપ અને જાપાનની ટ્રેનો પણ આની સામે કંઈ જ નથી. એટલું જ નહીં આ પ્રવાસી ટ્રેનોમાં લાગેલા પડદાં જોઈને પણ ખુશ થઈ ગયો હતો કે નહીં પૂછો વાત.
આપણ વાંચો: રાત્રિ પ્રવાસમાં સ્ટેશન ચૂકી જવાનો ડર થશે દૂર, ભારતીય રેલવેની આ સુવિધાનો લેજો લાભ
વાઈરલ વીડિયોને જોઈને નેટિઝન્સ પમ જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે પહેલી વખત કોઈ વિદેશીએ આપણી રેલવેના આટલા વખાણ કર્યા હતા. બીજા કોઈ યુઝરે જણાવ્યું હતું કે આપણે તો Hugh Abroadને જ ભારતીય રેલવેનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દેવો જોઈએ. યુઝર્સ આ વીડિયો પર જાત જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ વીડિયો hugh.abroad નામની ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે અને લાઈક પણ કર્યો છે. તમે પણ જો આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો… અને આ વીડિયો કેવો લાગ્યો એ અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો.