ઈન્ટરવલનેશનલવેપારસ્પેશિયલ ફિચર્સ

પરદે કે પીછે કોન હૈ?: ‘સેબી’ના નિયમોમાંથી છટકવા માગે છે વિદેશી ફંડ્સ!

કવર સ્ટોરી – નિલેશ વાઘેલા

એક વાત માટે ભારતના નિયામકોને દાદ આપવી પડે કે તેના અધિકારીઓએ મોટેભાગે કાયદામાં રહેલી ક્ષતિઓ દૂર કરવા અને દેશહિતમાં જ નીતિ ઘડતરનું કામ કર્યું છે. આ નિયામકોમાં પ્રથમ ભારતીય રિઝર્વ બેન્કનું અને બીજું નામ ધી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)નું ટાંકી શકાય.

તાજેતરમાં કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીએ સુધારણાનો સપાટો બોલાવ્યો હતો અને કેટલાક ટોચના ઉદ્યોગપતિઓ તેની અડફેટમાં આવ્યા હતા. સેબીએ શેરબજાર પર મોટો પ્રભાવ ધરાવનારા વિદેશી ફંડોના રોકાણને લગતા નિયમોમાં રહેલી કેટલીક ક્ષતિઓ દૂર કરવાની કવાયત શરૂ કરી હતી અને તેના એક ભાગરૂપે એફપીઆઇ માટે ડિસ્કલોઝર્સ નોર્મ્સ નક્કી કર્યા હતા.

બજાર નિયામકે અલ્ટીમેટ બેનિફિશિયલ ઓનરશિપ (બીઓ)ના ડિસ્ક્લોઝર્સને લગતા આ નિયમો એટલા માટે ઘડ્યા છે કે જેથી ટેક્સ હેવનના માધ્યમે મોકલવામાં આવેલું કાળું નાણું ભારતીય મૂડીબજારોમાં પાછું ન આવે અને એ રીતે એફઆઇઆઇને નામે બજારમાં કાળું નાણું ના ઠલવાય. જોકે હવે સોમવારે આ ધારાધોરણના પાલન માટેની અંતિમ તારીખ પૂર્ણ થઇ ગઇ છે ત્યારે કેટલાક વિદેશી ફંડો આ નોર્મ્સથી બચવા અને છટકબારી શોધવા વિદેશી સહાય મેળવવા હવાતિયાં મારી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

એલટીએસ ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને લોટસ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ, એમ મોરેશિયસસ્થિત બે વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સે વિદેશી રોકાણકારો માટે સેબીએ ઘડેલા નવા નિયમોના પાલનમાંથી તાત્કાલિક રાહત મેળવવા માટે અમેરિકાની સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યૂનલ (એસએટી – સેટ)નો સંપર્ક કર્યો હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો : પ્રશંસા તથા પ્રોત્સાહન વ્યક્તિને આગળ વધારનારું પ્રેરક બળ છે

એ વાત નોંધવી રહી કે, યુએસસ્થિત શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા જાન્યુઆરી ૨૦૨૩ના અદાણી ગ્રૂપ પરના અહેવાલમાં આ બે એફપીઆઇનું નામ આપવામાં આવ્યું હતું. આ ફંડોએ અમેરિકન રેગ્યૂલેટર સેટને એવી અપી કરી છે કે તે ભારતની બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ને ઉપરોક્ત નિયમોને પૂર્ણ કરવા માટે વધુ સમય આપવા માટે નિર્દેશ આપવા જણાવે.

શેરબજારને માટે આ બાબત અસરકર્તા પુરવાર થઇ શકે છે. સેબીએ, અંતિમ માલિકીને લગતી વિગતવાર માહિતી પૂરી પાડવામાં અને નિયમનનું ઉલ્લંઘન દૂર કરવા વધારાના હોલ્ડિંગને હળવું કરવામાં નિષ્ફળ જનારા નોન-કમ્પ્લાયન્ટ એફપીઆઇ માટે નવમી સપ્ટેમ્બર સુધીની સમયમર્યાદા નક્કી કરી હતી, જે પૂરી થઇ ચૂકી છે.

આને કારણે પાછલા શેરબજારમાં શુક્રવારે એવી અફવાઓ ચર્ચાતી હતી કે કેટલાક વિદેશી ફંડો સોમવારની સમયમર્યાદા પહેલાં તેમના હોલ્ડિંગ વેચવા માટે દોડી રહ્યા હતા. જોવાની વાત એ છે કે, હોલ્ડિંગમાં લાભદાયી માલિકોની માહિતી જાહેર કરવા માટેની સેબીની સમયમર્યાદા સોમવારે, નવમી સપ્ટેમ્બર પૂરી થઇ ગઇ હોવા છતાં, બે એફપીઆઇએ આ ધોરણોને પૂર્ણ કરવા માટે માર્ચ ૨૦૨૫ સુધીના સમયની માગણી સાથે એપેલેટ ટ્રિબ્યૂનલ સેટના દરવાજા ખખડાવ્યા છે.
હવે સેટના ચુકાદાની રાહ જોવાઈ રહી છે. જો ચુકાદો તેમની તરફેણમાં આવે છે, તો તે બજારને અસર કરશે નહીં. અન્યથા આ એફપીઆઇ તરફથી વેચાણનું દબાણ આવી શકે છે, જે બજારને નજીવી અસર કરી શકે છે.

સેબીએ ઓગસ્ટ ૨૦૨૩માં એક પરિપત્ર બહાર પાડીને, વિદેશી ફંડોેને તેમની ૫૦ ટકાથી વધુ ઇક્વિટી એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ) એક જ કોર્પોરેટ જૂથમાં હોય અથવા ભારતીય ઇક્વિટી માર્કેટમાં રૂ. ૨૫,૦૦૦ કરોડથી વધુની કુલ હોલ્ડિંગ હોય તો તે એફપીઆઇમાં માલિકી, આર્થિક હિત અથવા નિયંત્રણ ધરાવતી તમામ એન્ટિટીની વિગતવાર માહિતી જાહેર કરવા નિર્દેશ આપ્યો હતો.

એફપીઆઇ રૂટ દ્વારા ચોક્કસ પ્રમોટરો દ્વારા સંભવિત રાઉન્ડ-ટ્રીપિંગને રોકવા માટે આ નિયમો રજૂ કરવામાં આવ્યા હતા. સેબીના પગલાની ઉત્પત્તિ એક ટોચના ઉદ્યોગ જૂથના પ્રકરણમાં થઈ હતી, જ્યાં માર્કેટ રેગ્યુલેટર આ ઉદ્યોગ જૂથના શેરોમાં કેટલાક વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોના લાભકારી માલિકોને ઓળખી શક્યા નહોતા કારણ કે, તત્કાલીન નિયમોમાં ઘણા ઇન્વેસ્ટમેન્ટમાં સાચા માલિકોને ઓળખવામાં કચાશ હતી.

પરિપત્ર મુજબ, જેમનું રોકાણ સમયરેખાની સમાપ્તિ પછી નિર્ધારિત થ્રેશોલ્ડ કરતાં વધી જતું હોય એવા એફપીઆઇને જાહેરાત કરવા માટે ૩૦ ટ્રેડિંગ દિવસનો સમય આપવામાં આવશે, જે પછી તેમની નોંધણી અમાન્ય, અનવેલિડ થઈ જશે. એફપીઆઈ પછી તેની સિક્યોરિટીઝને ફડચામાં લઈ જવી પડશે અને સર્કયુલર મુજબ પ્રમાણપત્ર અમાન્ય બન્યાના દિવસથી ૧૮૦ કેલેન્ડર દિવસોમાં તેની નોંધણી સરેન્ડર કરીને ભારતીય સિક્યોરિટીઝ માર્કેટમાંથી બહાર નીકળી જવાનું રહેશે. સરવાળે આ ધોરણોને લાગુ કરવા એ તંદુરસ્ત અને ઇચ્છનીય વલણ છે, જેનાથી એફપીઆઇ રોકાણ સંપૂર્ણપણે પારદર્શક બની શકશે.

Show More

Related Articles

Back to top button
રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે… સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ… પૈસાની તંગી દૂર કરશે આ ટીપ્સ આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે