રાત્રે ઊંઘ નથી આવતી? તો આ 5 વસ્તુઓનું સેવન કરો, મિનિટોમાં આવશે ગાઢ ઊંઘ… | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

રાત્રે ઊંઘ નથી આવતી? તો આ 5 વસ્તુઓનું સેવન કરો, મિનિટોમાં આવશે ગાઢ ઊંઘ…

આપણામાંથી ઘણા લોકોને એવી સમસ્યા હોય છે કે કંઈ પણ કરે તો ય રાતના સમયે ઉંઘ ના આવે. હવે આવું થવાનું કારણ છે ખાણી-પીણીની અયોગ્ય આદતો. આજે અમે અહીં તમને એવા કેટલાક ફૂટ હેબિટ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેને કારણે તમને ગાઢ ઊંઘ આવી જશે. ચાલો જોઈએ કઈ છે આદતો અને ખાદ્યપદાર્થો…

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કેટલાક એવા ખાદ્યપદાર્થો હોય છે કે જેનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે તો સારું હોય છે અને આ ખાદ્યપદાર્થોનું સેવન કરવાથી રાતના સમયે ઊંઘ પણ સારી આવે છે. આજે અમે અહીં તમને આવા જ કેટલાક સુપરફૂડ્સ વિશે જણાવીશું-

નટ્સનું સેવન કરોઃ

રાતના સમયે સારી ઊંઘ માટે નટ્સનું સેવન કરવું જોઈએ. જો તમારી ઊંઘ પણ રાતના સમયે ખૂલી જાય છે તો તમારે તમારા ડાયેટમાં નટ્સનો સમાવેશ કરવો જોઈએ. સૂકા નટ્સમાં પ્રોટીન, ફાઈબર, એન્ટી ઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ જેવા અન્ય પોષક તત્વો જોવા મળે છે.

દૂધ પીવોઃ

રાતે ઊંઘતા પહેલાં રોજે સવારે એક ગ્લાસ દૂધ પીવું જોઈએ. દૂધમાં રહેલાં ટ્રિપ્ટોફેન, વિટામિન-ડી, મેલાટોનિન અને કેલ્શિયમ તમને અનિંદ્રાની સમસ્યામાંથી મુક્તિ આવે છે, એટલે જો તમને પણ રાતે ઊંઘ ન આવતી હોય તો આવી સ્થિતિમાં દૂધ પીવાનું રાખો.

ડાર્ક ચોકલેટ ખાવઃ

જી હા, રાતના સૂતા પહેલાં ડાર્ક ચોકલેટ ખાવાથી પણ સારી ઊંઘ આવે છે. ડાર્ક ચોકલેટ ખાવાથી તમારું માઈન્ડ એકદમ રિલેક્સ થઈ જાય છે. ડાર્ક ચોકલેટમાં મેગ્નેશિયમ અને એન્ટી ઓક્સિડેન્ટ્સ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે.

ચેરી ખાવઃ

ચેરીમાં વિટામિન, થાયમિન, ફોલેટ, પોટેશિયમ, મેગેનિઝ, કોપર, આયરન, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેલાટોનિન હોર્મોન જોવા મળે છે. આ ફળનું સેવન કરવાથી તમને તરત જ ઊંઘ આવી જાય છે. અનિંદ્રામાં ચેરીનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

કિવી પણ છે એક ઓપ્શનઃ

કિવીમાં વિટામિન સી, વિટામિન ઈ, પોટેશિયમ, ફોલેટ અને ફાઈબર મોટા પ્રમાણમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં દરરોજ એક કિવીનું સેવન કરવાથી ઊંઘ આવી જાય છે. થોડાક જ દિવસમાં તમને એનો તફાવત દેખાવવાનું શરૂ થઈ જશે.

રાતના સમયે આ વસ્તુઓ વધારે ના ખાવઃ

અહીં જણાવેલી વસ્તુઓ ખાવાથી સારી ઊંઘ તો આવી જાય છે, પણ આ વસ્તુઓનું વધારે પડતું સેવન પણ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. આ વસ્તુઓનું સેવન કરતી વખતે મગજમાં એક વસ્તુ યાદ રાખો કે આ વસ્તુ વધારે પણ ના ખાવી જોઈએ જેથી તમારી તબિયત ખરાબ થઈ જાય.

આ પણ વાંચો…કારમાં AC ચાલુ રાખીને ઊંઘવું જોખમી: આ 2 બાબતોનું રાખજો ધ્યાન, નહીંતર જશે જીવ

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button