રાત્રે 2 વાગ્યે ફૂડ ઓર્ડર કર્યું, ડિલિવરી બોયે આવીને એવી વાત કહી કે… | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

રાત્રે 2 વાગ્યે ફૂડ ઓર્ડર કર્યું, ડિલિવરી બોયે આવીને એવી વાત કહી કે…

આજકાલ જમાનો ડિજિટલ અને ઓનલાઈન છે. ફૂડથી લઈને ગ્રોસરી, દવા, કપડાં બધુ જ ઓનલાઈન મળી રહે છે. આપણે પણ ઘણી વખત ઓનલાઈન ફૂડ ઓર્ડર કરીએ છીએ ત્યારે ડિલિવરી બોય કે પાર્ટનરના અલગ અલગ અનુભવ થાય છે, પણ આજે અમે તમને એક એવી સ્ટોરી વિશે જણાવીશું કે જેમાં એક વ્યક્તિએ મોડી રાતે ઓનલાઈન ફૂડ ઓર્ડર કર્યું હતું. પરંતુ આ સમયે કંઈક એવું થયું હતું કે જેને કારણે ફૂડ ડિલિવરી બોયે કસ્ટમરને સોરી કહીને તેને જ ગિલ્ટમાં નાખી દીધો હતો. કસ્ટમરે પોતાનો આ અનુભવ રેડિટ પોસ્ટ પર શેર કર્યો હતો. આવો જોઈએ શું છે આખી સ્ટોરી…

રેડિટ યુઝર @NoMoreNinja નામની આઈડી પરથી રેર સોરી ફ્રોમ ડિલિવરી બોય મેડ મી ફિલ ગિલ્ટી ટાઈટલ સાથે એક પોસ્ટ શેર કરી છે. યુઝરે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે મેં ગઈકાલે રાત્રે લગભગ 2 વાગ્યે ઑનલાઈન ફૂડ ઓર્ડર આપ્યો હતો. મેં ડિલિવરી કરનાર વ્યક્તિને કહ્યું કે જો સિક્યોરિટી ગાર્ડ કન્ફર્મેશન માંગે છે, તો તેણે મારા મોબાઇલ પર ફોન કરજો, મારા ઘરના લેન્ડલાઈન પર ફોન ન કરશીઝ નહીં તો મારા માતાપિતા ઊઠી જશે.

આ પણ વાંચો: ઝોમેટો પરથી ફૂડ ઓર્ડર કરતા હો તો પહેલા આ વાંચી લો

યુઝરે આગળ પોતાની પોસ્ટ એવું પણ જણાવ્યું હતું કે સામાન્ય રીતે લેન્ડલાઇન પાસે બેઠો હોઉં છે કારણ કે જો એ સમયે ફોન રિંગ કરે તો ગેમ ઓવર. અને થયું પણ એવું જ. રાતે બરાબર લેન્ડલાઇન પર રિંગ વાગી. આ જોઈને હું ગુસ્સે થયો અને મેં તેને ખરી ખોટી સંભળાવવાનું નક્કી કર્યું પણ આ ભાઈએ તો આવીને આખી ગેમ પલટી નાખી. મેં જેવો દરવાજો ખોલ્યો કે તરત જ તેણે મને સોરી કહ્યું અને કહ્યું કે તમે મને મોબાઈલ પર કોલ કરવા કહ્યું હતું અને મેં ભૂલથી લેન્ડલાઈન પર જ કોલ કરી દીધો.

ડિલિવરી બોયની આ સોરી સાંભળીને મને જ ગિલ્ટી ફિલ થવા લાગ્યું અને મને આ ડિલિવરી બોય કે જે કલાકોથી મહેનત કરી રહ્યો છે એની તકલીફનો અહેસાસ થયો. મારો ગુસ્સો ગાયબ થઈ ગયો, એવું યુઝરે વધુમાં પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો: શાકાહારીને માંસાહારી ફૂડ ડિલિવરી: ગ્રાહક કમિશને કહ્યું, ચુસ્ત શાકાહારી છો તો આવી જગ્યાએથી ઓર્ડર શું કામ આપો છો?’

જોતજોતામાં આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગઈ. અત્યાર સુધીમાં આ પોસ્ટ પર લાઈક અને કમેન્ટ કરીને ડિલિવરી બોય અને રેડિટ યુઝરના વખાણ કરી રહ્યા છે. કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે ડિલિવરી બોયે સાબિત કર્યું કે માફી જ માણસને મોટો બનાવે છે તો બીજા યૂઝરે લખ્યું હતું કે તમારે લેન્ડ લાઈનનું રિસીવર સાઈડ પર રાખી દેવાનું હતું.

આજકાલ જ્યાં ડિલિવરી બોયની ઉદ્ધતાઈ અને ગેરવર્તણૂકના કિસ્સા વાઈરલ થતાં હોય છે ત્યારે આ કિસ્સો ખરેખર ખૂબ જ ચોંકાવનારો અને આંખો ખોલી નાખનારો છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button