સ્પેશિયલ ફિચર્સ

તમારા રેશમી વાળની કેર કરવા અનુસરો આ ટીપ્સ…

રેશમી વાળ મેળવવા માટે લોકો શું નથી કરતા? કેટલાક લોકો તો વાળને સુંદર બનાવવા માટે દરરોજ શેમ્પૂ કરે છે. શેમ્પૂ કરવાથી તમારા ચહેરાને ફ્રેશ લુક મળે છે અને તમે સ્માર્ટ પણ દેખાઓ છો, પરંતુ શું તમે જાણો છો કે દરરોજ શેમ્પૂ કરવાથી તમારા વાળ ખરાબ થઇ શકે છે. શેમ્પૂમાં કેટલાક કેમિકલ હોય છે જે વાળના કુદરતી તેલને દૂર કરે છે. ધીમે-ધીમે તમારા વાળ શુષ્ક અને નિર્જીવ થવા લાગે છે અને તમારા માથા પર શુષ્કતા દેખાવા લાગે છે. જો તમે દરરોજ શેમ્પૂ કરો છો તો સૌ પ્રથમ તમારે તમારી ત્વચા, વાળના પ્રકાર અને ઉંમરને ધ્યાનમાં રાખીને હેર કેર રૂટિન અપનાવવું જોઈએ.

તૈલી વાળ માટે શેમ્પૂ- કેટલાક લોકોના માથાની ઉપરની સ્કીન એકદમ તૈલી હોય છે. શેમ્પૂ કર્યાના થોડા સમયમાં જ વાળ જાણે ઓઇલી હોય તેવા દેખાવા લાગે છે. આવા લોકો રોજ શેમ્પૂ કરે છે. જો તમારા માથાના ઉપરની સ્કીન તૈલી હોય તો તમે દરરોજ અથવા વૈકલ્પિક દિવસોમાં શેમ્પૂ કરી શકો છો. તેનાથી તમારા વાળ સિલ્કી રહેશે અને વધારાનું તેલ દૂર થશે. આવા લોકોએ ઓછામાં ઓછા દર બીજા દિવસે શેમ્પૂ કરવું જોઈએ.

કેમિકલ ટ્રીટમેન્ટ પછી શેમ્પૂ- જો તમે કોઈપણ પ્રકારની કેમિકલ ટ્રીટમેન્ટ લીધી હોય તો તમારે તમારા વાળને અન્ય કરતા અલગ રીતે ટ્રીટ કરવાની જરૂર છે. કેમિકલ ટ્રીટમેન્ટ જેમ કે સ્મૂથનિંગ, હેર સ્ટ્રેટનિંગ અથવા કલરિંગ જેવી અન્ય કોઈપણ ટ્રીટમેન્ટને કારણે વાળ ખૂબ જ રફ થઈ જાય છે. તમારે ઓછામાં ઓછું શેમ્પૂ કરવું જોઈએ. તમારે અઠવાડિયામાં ફક્ત 1 કે 2 વખત શેમ્પૂ કરવું જોઈએ. જેના કારણે તમારા વાળ પણ ઓછા ખરબચડા બનશે.

ઉંમર પ્રમાણે શેમ્પૂ- વાળને ઉંમર પ્રમાણે પણ શેમ્પૂ કરવું જોઈએ. જેમ જેમ ઉંમર થાય છે તેમ તેમ આપણા શરીરમાં તેલ ઓછું થવા લાગે છે. માથાની ઉપરની સ્કીન પર પણ શુષ્કતા દેખાવા લાગે છે. જેમ જેમ ઉંમર થાય તેમ તેમ સ્કેલ્પ ઓછું તેલ ઉત્પન્ન કરે છે. તેથી તમારે જલ્દી શેમ્પૂ કરવાનું ટાળવું જોઈએ. જો તમને લાગતું હોય કે તમારા વાળ શેમ્પુ ના કરવાથી ખરબચડા કે રફ થઇ જાય છે તો તમારે ચોક્કસપણે શેમ્પૂ કરવું જોઈએ, કારણ કે જો આ સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહે છે, તો તેનાથી ડેન્ડ્રફ અને ત્વચા સંબંધિત અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress