બસ કરી લેશો આ એક કામ તો નહીં આવે એક પણ Spam Call… પછી કહેતાં નહીં કે કીધું નહોતું

આપણામાંથી મોટાભાગના લોકો ક્યારેકને ક્યારેક તો સ્પેમ કોલથી પરેશાન થયા જ હશે ને? જો આ સવાલનો જવાબ હામાં છે તો તો આ સ્ટોરી તમારા જ કામની છે. આજે અમે તમને અહીં એવી સ્માર્ટ ટ્રીક વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. આ માટે તમારે આ સ્ટોરી છેલ્લે સુધી વાંચી જવી પડશે.
સ્પેમ કોલ્સથી તો આપણામાંથી અનેક લોકો પરેશાન હશે અને ડીએનડી એક્ટિવેટ કરીને પણ આ સમસ્યામાંથી છુટકારો નથી મેળવી શકાતો. આવી સ્થિતિમાં તમને સવાલ થશે કે ભાઈસાબ તો કઈ રીતે આ સ્પેમ કોલ નામની બલામાંથી છુટકારો મળશે? તો આ રહ્યો તમારા સવાલનો જવાબ. આજે અમે અહીં તમને એક આવા જ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ અસરદાર છે.
આપણ વાંચો: ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : વાત ડિજિટલી સ્માર્ટ જનરેશનની…
ફોલો કરો આ સિમ્પલ સ્ટેપ્સ-
⦁ સ્પેમ કોલને અટકાવવા માટે Google Phone એપમ ઓપન કરીને રાઈટ સાઈડમાં દેખાતા ત્રણ ડોટ પર ક્લિક કરો
⦁ હવે સેટિંગમાં જઈને કોલર આઈડી એન્ડ સ્પેમ આઈડીના ઓપ્શન પર ક્લિક કરો
⦁ ત્યાર બાદ તમારી સામે કોલર આઈડી એન્ડ સ્પેમ આઈડીના ઓપ્શનને ઓન કરવું પડશે અને નીચે દેખાઈ રહેલાં ફિલ્ટર સ્પેમ કોલ્સનું ઓપ્શન પણ ઓન કરવું પડશે
⦁ આ ફીચર ઓન કરતાં જ તમારા ફોન પર આવતા સ્પેમ કોલ્સ બ્લોક થઈ જશે
⦁ એક વાતનું ધ્યાન રાખો કે આ ફિચરને કારણે એ જ કોલ્સ બ્લોક થશે કે સ્પેમ માર્ક્ડ હશે
⦁ ગૂગલ ડેટામાં જે કોલ સ્પેમ માર્ક્ડ નહીં હોય એવા કોલ્સ આ સેટિંગ ઓન કરવાથી નહીં બ્લોક થાય, જોકે તમે સ્પેમ કોલ માર્ક કરી શકશો
⦁ આ ફિલ્ટર ઓન કરતાં ઈ કોમર્સ પ્લેટફોર્મ્સ, બેંક, ડિલીવરી એજન્ટસના કોલ પણ બ્લોક થઈ જાય છે, કારણ કે અનેક લોકો એમને પણ સ્પેમ માર્ક કરે છે