
આજના સમયમાં દરેક વ્યક્તિ મોબાઈલ ફોન વાપરે છે, પણ શું તમને ખબર છે તે તમારો ફોન નંબર લકી છે કે નહીં? હવે તમને થશે કે આખરે એ કઈ રીતે જાણવાનું કે આપણો મોબાઈલ નંબર લકી છે કે નહીં, બરાબર ને? ડોન્ટ વરી એ જાણવા માટે તમારે આ સ્ટોરી છેલ્લે સુધી વાંચી જવી પડશે. ચાલો જોઈએ કઈ રીતે-
જેમ જ્યોતિષશાસ્ત્ર છે એ જ રીતે અંકશાસ્ત્ર છે અને આ અંકશાસ્ત્રની આપણા સૌના જીવન પર સારી નરસી અસર જોવા મળે છે. બસ આ અંકશાસ્ત્ર કે જેને લોકો ન્યુમરોલોજી તરીકે પણ ઓળખે છે એની મદદથી તમે જાણી શકો છો કે તમારો મોબાઈલ નંબર તમારા માટે શુભ છે કે નહીં એ.
આપણ વાંચો: ફરી ભુજની જેલમાંથી મળ્યો મોબાઈલ ફોનઃ વારંવાર બનતી ઘટના ક્યારે રોકાશે
તમારો મોબાઈલ નંબર છે કે નહીં એ જાણવા માટે તમારે તમારા 10 ડિજટના મોબાઈલ નંબરના આંકડાઓનો સરવાળો કરવો પડશે, જ્યાં સુધી તમને એક સિંગલ ડિજિટ ના મળે ત્યાં સુધી. જ્યારે તમને આ એક નંબર મળશે અને આ નંબરને તમારા મૂળાંક સાથે મેચ કરીને જાણી શકાશે કે તમારો નંબર તમારા માટે શુકનિયાળ છે.
તમારો મૂળાંક કઈ રીતે કાઢી શકાય એની વાત કરીએ તો તમારા ડેટ ઓફ બર્થના આંકડાઓનો સરવાળો કરો. ઉદાહરણ તરીકે જો તમારી જન્મતારીખ 24 છે તો બે અને ચારનો સરવાળો છ થાય છે એટલે તમારો મૂળાંક છે 6.
આપણ વાંચો: શું મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ મગજની ગાંઠનું જોખમ વધારે છે? જાણો શું કહે છે નિષ્ણાતો…
હવે તમારે તમારા મોબાઈલ નંબરના આંકડાઓના સરવાળો કરીને એક સિંગલ ડિજિટલ નંબર અને તમારા મૂળાંકને મેચ કરવાનો છે. જો આ બંને અંક મેચ થાય છે તો તમારો મોબાઈલ નંબર તમારા માટે એકદમ શુકનિયાળ એટલે કે લકી છે.
અંક જ્યોતિષમાં 1,3,5,7 અને 9 અંકના ખૂબ જ શુભ માનવામાં આવે છે, જ્યારે 2,4,6 અને 8 અંકને અપશુકનિયાળ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો જીવનમાં મુશ્કેલીઓ અને અવરોધથી બચવું હોય તો મોબાઈલ નંબરના છેલ્લાં અંક 4 કે 8 ના હોવા જોઈએ.