આવતી કાલથી થશે આ પાંચ મોટા ફેરફાર જાણી લો આમાં તમને કેટલો ફાયદો થશે…
આજે 30 નવેમ્બર એટલે કે મહિનાનો છેલ્લો દિવસ છે અને આવતીકાલથી શરૂ થશે વર્ષનો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર મહિનો. ત્યારે આ વર્ષે પણ સરકારે ડિસેમ્બર મહિનામાં ઘણા મોટા ફેરફારો કર્યા છે અને આ તમામ ફેરફારો તમારે દૈનિક જીવન પર આધારિત છે તો એ તમારા માટે જાણવા જરૂરી છે. તો ચાલો તમને જણાવું કે એવા કયા મોટા ફેરફારો છે કે જે રોજ બરોજની જિંદગી પર સીધી અસર કરે છે.
ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજીના ભાવમાં સુધારો કરે છે. ત્યારે પહેલી ડિસેમ્બરે પણ એલપીજી સિલિન્ડર સંબંધિત કેટલીક બાબતો સરકાર કાલે જાહેર કરી શકે છે. અગાઉ પહેલી નવેમ્બરે ઓઈલ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો હતો. હવે આવતીકાલે ખબર પડશે કે ગેસ સિલિન્ડરના ભાવમાં લોકોને રાહત મળે છે કે પછી આંચકો છે. જો કે દેશમાં 14 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતો લાંબા સમયથી સ્થિર છે.
હવે વાત કરીએ બેંકોની જે સામાન્ય નાગરિક માટે રાહત અને બેંકો માટે થોડો ઝચકા સમાન છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના નવા નિયમ પ્રમાણે સેન્ટ્રલ બેંકે લોનની સંપૂર્ણ ચુકવણી કર્યા પછી ગેરંટીના બદલામાં રાખેલા દસ્તાવેજો બેંક સમયસર પરત ન કરે તો બેંકો પર દંડ લાદવાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં દંડની રકમ દર મહિને 5000 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
આ ઉપરાંત હવે કોઇપણ વ્યક્તિએ જ્યારે નવું સીમ ફરીદશે તો તેણે KYC કરવું ફરજિયાત રહેશે. તેમજ નવા નિયમો હેઠળ હવે એક આઈડી પર મર્યાદિત સીમ કાર્ડ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. નિયમોની અવગણના કરનારને 10 લાખ રૂપિયા સુધીનો દંડ અને જેલ પણ થઈ શકે છે.
તેમજ 60 થી 80 વર્ષની વયના પેન્શનરો માટે 30 નવેમ્બરની તારીખ મહત્વપૂર્ણ છે, કારણ કે સતત પેન્શન મેળવવા માટે તેઓએ આ તારીખ સુધીમાં તેમનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે. જો પેન્શનર આ ના આપે તો તેનું પેન્શન અટકી જાય છે. નોંધનીય છે કે દરેક પેન્શનરે વર્ષમાં એક વખત એ વાતનો પુરાવો આપવો પડે છે કે તે જીવિત છે.
ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC બેંક સાથે સંબંધિત છે. બેંકે તેના રેગલિયા ક્રેડિટ કાર્ડ પર ઉપલબ્ધ લોન્જ એક્સિસ પ્રોગ્રામમાં ફેરફારો કર્યા છે. જેમાં રેગાલિયા ક્રેડિટ કાર્ડ ધારકો માટે મફત લાઉન્જ એક્સેસ સુવિધા માટે દર ત્રણ મહિને રૂ. 1 લાખની ક્રેડિટનો ઉપયોગ કરવો ફરજિયાત રહેશે. કાર્ડ ધારક આ ખર્ચના માપદંડને પૂર્ણ કર્યા પછી જ આ સુવિધાનો લાભ લઇ શકશે. અને તેનો અમલ આવતીકાલ એટલે કે પહેલી ડિસેમ્બરથી કરવામાં આવશે.